નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું,ભાજપને બહુમતી મળી
પાછલી ચૂંટણીમાં 28 પૈકી 18 પર ભાજપે જીત મેળવી હતી

સ્થાનિક સ્વરાજ્યની નગર પાલિકની અને પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. ત્યારે કરજણમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે 28 બેઠકોમાંથી આઠ બેઠકો આમ આદમી પાર્ટી એ મેળવી છે.
સ્થાનિક સ્વરાજ્યની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં વડોદરાની દશરથ નંદેસરી અને કોયલી બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ છે જ્યારે કરજણ નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે મત ગણતરી સવારે 9:00 કલાકે શરૂ થઈ હતી બપોરે 12 વાગ્યાની આસપાસ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત જોવા મળી છે. કરજણ નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપને 19 બેઠક મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને આઠ બેઠકો મળી છે. જ્યારે અપક્ષના ફાળે એક બેઠક આવી હતી. ત્યારે, ફરી એક વખત કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હવે બન્યું છે. ગતમા 28 પૈકી 18 ઉપર ભાજપે જીત મેળવી હતી. 9 અપક્ષ અને 1 બેઠક પર કોંગ્રેસ જીતી હતી. જ્યારે આ વખતે તો કોંગ્રેસે ખાતું જ ખોલ્યું ન હતું.
વડોદરા જિલ્લામાં કરજણ નગર પાલિકાની 7 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં 72.37 ટકા મતદાન થયું હતું. જ્યારે તેમજ સાવલી નગર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર- 2માં 50.91 ટકા અને પાદરા નગર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર 3ની ચૂંટણીમાં 35.72 ટકા મતદાન થયું હતું.
જ્યારે વડોદરા તાલુકાની ખાલી પડેલી બેઠકોમાં નંદેસરી બેઠક ઉપર 62. 91 ટકા, કોયલી બેઠક ઉપર 46.18 ટકા મતદાન થયું હતું. જ્યારે દશરથ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી યોજાઇ ન હતી. પરિણામે ભાજપાના હરીફ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
સતિષ નિશાળિયાની ધમકીથી મતદારો ડર્યા નહીં
ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) ખૂલ્લી ધમકી આપી હતી કે, ભાજપાને મત આપો તો તમારા મકાનો રહેવા નહિ તોડવા દઉં. પરંતુ મત ના આપી દગો કરશો તો એક પણ મકાન રહવા નહીં દઉં. આ ધમકીથી મતદારો ડર્યા નથી એ દેખાઈ આવ્યું હતું. કેમકે ભાજપના બળવાખોરોએ આપમાંથી 8 બેઠકો મેળવી છે.