Vadodara

કરજણના શામળા ગામની મહિલાએ એસિડ ગટગટાવી જતાં સારવાર દરમિયાન SSG માં મોત નિપજ્યું…

મહિલાને દેશી દારૂની કૂટેવ હોવાનું પરિજનોએ જણાવ્યું

દિકરી તથા ભાણીયો દિવાળી કરવા આવ્યા હતા તેઓના ગયા બાદ માતા ઉદાસ થઇ ગઈ હતી

(પ્રતિનિધિ) વડોદરા તા.08

દિવાળી પર્વ દરમિયાન ઘરે આવેલી દીકરી અને ભાણીયો પરત પોતાના સાસરે જતાં ઉદાસીન માતાએ ગત તા. 07-11-2024 એસિડ ગટગટાવી જતાં તેઓને પ્રથમ સારવાર અર્થે કરજણ ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સાંજે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિત પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી દેહગામ ખાતેથી છેલ્લા બે વર્ષથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના શામળા ખાતે આવેલા નવીનગરી ખાતે પતિ,બે પુત્રો સાથે મહિલા રહેતી હતી અને પતિ સાથે ખેતમજૂરી કરતી હતી જ્યારે બે પુત્રો ખાનગી કંપનીમાં જોબ કરતા હતા અને પુત્રીના લગ્ન પટેલ જ્ઞાતિમાં થયા હતા જ્યાં પુત્રીને એક દીકરો હતો. મહિલાના મોટા પુત્ર ની સગાઇ પણ થઇ ગ ઇ હતી. દીવાળી પર્વે મહિલાની દીકરી તથા ભાણીયો ઘરે આવ્યા હતા શારદાબેનને દીકરી તથા ભાણીયા માટે વિશેષ લાગણી હતી જેથી દીવાળીમાં ઘરે પુત્રી અને ભાણીયો આવવાની ખુશી શારદાબેનને ખૂબ હતી પરંતુ ગત તા.07નવેમ્બરે શારદાબેનની દીકરી અને ભાણીયો પોતાના ઘરે જવા નિકળ્યા હતા નાનો પુત્ર પોતાની બહેનને તથા ભાણીયા ને મૂકવા ગયો હતો અને પરત આવી બકરી ચરાવવા ગયો હતો જ્યારે પિતા ખેતમજૂરી અર્થે ગયા હતા જ્યારે મોટો દિકરો પણ બહાર હતો તે દરમિયાન નાનો પુત્ર બકરીઓ ચરાવી ઘરે પહોંચ્યો હતો તે દરમિયાન માતા ઉદાસ જણાયા હતા ત્યારબાદ નાનો પુત્ર જમીને ઉભો થયો ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ માતા શારદાબેને પેટમાં ખૂબ બળતરા થતી હોય દીકરાને હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી હતી જેથી પુત્રે પૂછતાં માતાએ એસિડ ગટગટાવી લીધું હોવાનું જણાવ્યું હતું.પુત્રના જણાવ્યા મુજબ તેની માતા શારદાબેનને છેલ્લા ઘણા સમયથી શરાબ પીવાની કૂટેવ હતી તદ્પરાંત દીકરી અને ભાણેજ ના જવાથી ઉદાસ હોય આ પગલું ભર્યું હોવાનું અથવાતો ભૂલમાં એસિડ ગટગટાવી લીધું હોવાનું જણાવ્યું હતું.આખરે પડોશીની ગાડીમાં શારદાબેનને પ્રથમ સારવાર અર્થે કરજણ ના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાથી વધુ સારવાર અર્થે સાંજે ચાર વાગ્યે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સર્જરી ડી યુનિટમા શારદાબેનને મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top