Vadodara

કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો


કન્ટેનરમાંથી વિદેશી શરાબની 161 પેટીઓ સાથે ડ્રાઈવરની અટકાયત અને એક ફરાર


વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ભરૂચથી વડોદરા તરફ બંધ કન્ટેનર મારફતે લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે. નેશનલ હાઇવે નંબર 48ના ટ્રેક ઉપર માંગલેજ નજીક GPEL કંપની પાસેથી કરજણ પોલીસે ઝડપ્યો હતો. આ પછી રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ કરી છે. જ્યારે સ્થળ ઉપરથી નાસી છૂટેલા એક ઈસમ તેમજ સાથે સંકળાયેલ ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


કરજણ પોલીસે બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી શરાબની 161 પેટીઓ 5748 બોટલ કુલ કિંમત 11,81,076 રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

કરજણ પોલીસ મથક દ્વારા મળતી માહિતી અનુસાર, ભરૂચથી વડોદરા તરફ NH 48 ઉપરથી એક કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ભરી દારૂની હેરાફેરી થવાની છે એવી ચોક્કસ માહિતીને આધારે કરજણ પોલીસની ટીમ માંગલેજ નજીક GPEL કંપની પાસે વોચ ગોઠવી બાતમી વાળા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પહાડી તાલુકાના ખટકરકા ખાતે રહેતો 31 વર્ષીય ઈર્શાદ ખાન નસરુ ખાન જણાઈ આવ્યો હતો. જ્યારે સ્થળ ઉપરથી હરિયાણાના ફિરોજપુરના પાટખોયરી ખાતે રહેતો મુબારક ખાન નેહના મુસ્લિમ નાસી છૂટ્યો હતો.

બંધ કન્ટેનરમાં પોલીસે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 161 નંગ પેટીઓ કુલ બોટલ નંગ 5748 કુલ કિંમત 11,81,076 રૂપિયાનો વિદેશી શરાબ નો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી કુલ રૂપિયા 16.86 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે સ્થળ ઉપરથી ભાગી જનાર અને આ શરાબ નો જથ્થો ભરી આપનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top