Vadodara

કરચિયા યાર્ડમાં ટ્રેનમાં ટોપની ફિટિંગ ચકાસણી દરમિયાન વીજ કરંટ લાગતા ખલાસી ઈજાગ્રસ્ત

સેફટી વિના કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોનો વિરોધ :

ગૌતમ સોલંકીને વીજ કરંટ લાગતા ટ્રેન પરથી નીચે પટકાયો, હાલત નાજુક :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
કરચીયા યાર્ડમાં ટ્રેનની તપાસ દરમિયાન ટોપની ફિટિંગ તપાસતી વખતે વીજ કરંટ લાગતા ખલાસી ગૌતમ સોલંકી ઉપરથી નીચે પટકાયો હતો. આ ઘટનાને લઈ ફરજ પર હાજર રેલવે કર્મચારીઓએ તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વીજ કરંટના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બનાવની જાણ થતાં પરિવાર જનો સમેત સહ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં રેલવેમાં અધિકારીઓ દ્વારા સેફટી વિના કામગીરી કરવામાં આવતા આ ઘટના બની હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના કરચિયા રેલવે યાર્ડમાં ગત મોડી રાત્રે ટ્રેનમાં ટોપની ફીટીંગ ચકાસણી દરમિયાન ખલાસી તરીકે કામ કરી રહેલા ગૌતમ સોલંકી નામના કર્મચારીને અચાનક વીજ કરંટ લાગતા તે ટ્રેન ઉપરથી નીચે ફટકાયો હતો. એક તરફ વીજ કરંટ અને બીજી તરફ ઉપરથી નીચે પટકાવવાના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા તાત્કાલિક રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા અને સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રેલવે અધિકારીઓ સામે આક્ષેપ કરી નારાજગી દર્શાવી હતી.

ઈજાગ્રસ્તની ભાભીએ આક્ષેપ કર્યો હતો કે, ગૌતમને એક પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેને સેફટી વગર કામ કરાવવામાં આવ્યું હતું. જેના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો. બીજા એક સંબંધી અને સાથી કર્મચારીએ જણાવ્યું હતું કે, ગૌતમ સેકન્ડ શિપમાં નોકરી પર ગયો હતો. તે રેલવેમાં નોકરી કરે છે. એના પિતા રેલવેમાં નોકરી કરતા હતા અને એમના બદલામાં ગૌતમને નોકરી મળી છે, પણ અમને ચોથા વર્ગના કર્મચારીને ચોથા વર્ગ તરીકે ઝાડુની નોકરી મળવી જોઈએ. પરંતુ આ ઉપરાંત આ લોકો કર્મચારીઓને લોઢર બનાવીને જ એક્સેપ્ટ કરે છે. ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ. જે વ્યક્તિ કેપેબલ નથી તેને કામગીરી સોંપવામાં આવે છે. ઉપર ઇલેક્ટ્રિક હાઇલાઇન પસાર થતી હોય અને કર્મચારીઓ જ્યારે ઉપર ચડતા હોય તો સેફટી હોવી જોઈએ. તમે નોકરી કરાવો છો તો કર્મચારીની સેફટીની જવાબદારી તમારી છે. સેફટી વિના ટ્રેનના ડબ્બા પર ગૌતમ ચડ્યો અને કરંટ લાગતા તે તરત નીચે પડ્યો હતો અને રેલ્વે ના અધિકારીઓ કર્મચારીઓ એમની રીતે દવાખાને લાયા હતા. અહીં જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબૂર છે. હાલમાં ગૌતમની હાલત નાજુક છે.

Most Popular

To Top