વડોદરામાં કમોસમી વરસાદ પડવા ના કારણે વડોદરા શહેરમાં આવેલા આજવા, નિમેટા, વડોદરા શહેરી, બાજવા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા પાક ને નુકશાન થવાથી ખેડૂતો પરેશાન થયા હોવ ની હકીકત સામે આવી છે.
વડોદરાના શિનોર તાલુકામાં પડેલા વરસાદને કારણે ખેતિમાં નુકસાન પહોંચ્યું છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ખેતપેદાશ ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. સુરાશામળ ગામે આશરે 300 વિઘા જમીનમાં વાવેતર કરેલો બાજરીના પાકમાં પાણી ફરી વળ્યું છે. કાપણીમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતોના મો માંથી કોળિયો છીનવાયો છે. ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચતા સરકાર પાસેથી વળતરની માગ કરી છે
કમોસમી વરસાદ માવઠા ના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનના પગલે ખેડૂતોની સરકાર પાસેથી વળતર ની માંગ
By
Posted on