Vadodara

કમિશનર અને પદાધિકારીઓના અહમના ટકરાવ વચ્ચે પાલિકાનો આજનો કાર્યક્રમ મોકૂફ

કોઈ ‘ અન્ય ‘ કારણોસર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો નથી એવી જનસંપર્ક અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી



વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં મ્યુ. કમિશનર અને ચૂંટાયેલા પદાધિકરીઓ વચ્ચેના ટકરાવમાં ગઈ રાતે પદાધિકારીઓએ મ્યુઝિકલ કોન્સર્ટનો બહિષ્કાર કર્યા પછી આજનો લોકાર્પણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું, આખરે પાલિકાના જનસંપર્ક અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે રાજ્ય સરકારના કાર્યક્રમોની સાથે આયોજન થયું હોવાથી આજનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને અન્ય કોઈ કારણ નથી.

વડોદરા મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે અંદરખાને ચાલતો ટકરાવ ગઈ રાતે પાલિકાના કોન્સર્ટમાં ખુલ્લામાં આવી ગયો હતો અને મેયર, સ્થાયી અધ્યક્ષ સહિતના પાલિકાના કોઈ પદાધિકારી આ કાર્યક્રમમાં હાજર રહ્યાં નહોતા. આ વિવાદ શમે તે પહેલા આજે પૂર્વ નિર્ધારિત વિકાસકામોના લોકાર્પણનો કાર્યક્રમ સવારે એકાએક મોકૂફ રાખી દેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. આખરે જનસંપર્ક અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે આવતીકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યમાં એક સાથે કાર્યક્રમોનું આયોજન થયું હોવાથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં પ્રદેશ પ્રમુખના સ્વાગતની તૈયારીઓ વચ્ચે શરૂ થયેલી આ મડાગાંઠ જલ્દી ઉકેલાય તેમ હાલના ઘટનાક્રમથી લાગતું નથી.

Most Popular

To Top