Vadodara

કમાટીબાગ સામે લીમડાનું તોતિંગ ઝાડ તૂટી પડ્યું, કાર અને રિક્ષા દબાયા

વડોદરા શહેરના કમાટીબાગ સામે બુધવારે સવારે એક તોતિંગ લીમડાનું ઝાડ તૂટી પડતા એક કાર અને રિક્ષા દબાઈ ગયા હતા. હજુ વરસાદ શરૂ થયો નથી તે પહેલાં જ આ ઝાડ મૂળમાંથી જ ઉખડી ગયું હતું.
ઝાડ તૂટી પડવાને કારણે ત્યાં પાર્ક થયેલા એક કાર અને રિક્ષા દબાઈ જતાં નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે તાત્કાલિક ધસી આવી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી
ઝાડ ખૂબ જ તોતિંગકાય હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેને કારણે ટ્રાફીકમાં પણ થોડો સમય માટે અવરોધ ઊભો થયો હતો.

Most Popular

To Top