Vadodara

કમાટીબાગમાં કોર્પોરેશન દ્વારા મોટે ઉપાડે મૂકેલી સાઇકલો ધૂળ ખાતી પડી રહી




વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં અગાઉ પબ્લિક બાઈસીકલ શેરિંગ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. સાઈકલો હાલ ભંગાર જેવી હાલતમાં બહાર કટાઈને પડી રહી છે. એક પણ સાઈકલ ચાલી શકે તેવી રહી નથી. સાઇકલોના પૈડામાંથી હવા નીકળી ગઈ છે. ખુલ્લામાં પડી રહેલી આ સાઇકલો સાંકળથી બાંધી દેવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો અગાઉ ઇન્દોર, મુંબઈ, કોચી, નાગપુર, અમદાવાદ અને ઉદયપુરમાં જેમ બાઈસીકલ શેરિંગ સર્વિસ છે, તે પ્રકારની સર્વિસ વડોદરા શહેરમાં પણ શરૂ કરવા આયોજન હાથ ધર્યું હતું. આ માટે કોર્પોરેશન દ્વારા કમાટીબાગની પસંદગી આવી હતી. આયોજન મુજબ બાગના દરેક ગેટ પર સાઈકલો મુકવાની વાત હતી. બાગમાં આવતા સહેલાણીઓ સાઈકલનો ઉપયોગ કરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા પબ્લિક બાઈસીકલ સર્વિસની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મુકવા, સાઈનબોર્ડ પ્રદર્શિત કરવા આયોજન હતું. ઉપરાંત ફૂટપાથ તથા ઈલેક્ટ્રીક પોલ પર વિગતો દર્શાવવા અને ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરવાની વાત હતી. સાઈકલોના ઉપયોગ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ પણ સમાચાર પાત્રો માં આ બાબતે પાલિકાના અધિકારીઓ ની ખૂબ ટીકા થઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક આ સાયકલો ને રીપેરીંગ કરવી ઉપયોગ માટે લેવાય તેવી પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. મોટી મોટી વાતો કરતા પાલિકાના બાબુઓ માત્ર ડાહી ડાહી વાર્તા કરવામાં પેહલા નંબર પર આવે બાકી કામ કરવામાં છેલ્લો નંબર .
કમાટી બાગ ખાતે સાઈકલ સ્ટેન્ડમાં સાઈકલો ધૂળ ખાતી હાલતમાં કટાઈ ગયેલી પડી રહી છે. તેના પૈડામાં હવા નથી, ચેઈનો ઉતરી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો વૈરાના રૂપિયાનું પાણી કરી રહ્યું છે. વડોદરા શહેરના પૂર્વે વિસ્તારમાં સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ સાઈકલિંગ કરી શકાય તેવી સ્થિતિ નથી.

Most Popular

To Top