Vadodara

કમાટીપૂરા તાજ બુરહાની બિલ્ડિંગમાં દર્દીની તબિયત લથડતા 12 ફૂટ પાણીમાંથી સ્થાનિકો દ્વારા રેસક્યુ


જીવના જોખમે 5 જેટલા તરવૈયાઓએ દોરડા મારફતે તરાપો બનાવી દર્દીને 12 ફૂટ પાણી માંથી બહાર કાઢી હોસ્પિટલ પહોચાડ્યા

વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવકોએ સાથે મળી આ રેસક્યુ પાર પાડ્યું…



વડોદરા શહેરના કમાટીપૂરા વિસ્તારમા તાજ બુરહાની બિલ્ડિંગ માં રહેતા એક વૃદ્ધ અચાનક પડી જતાં તેમના હાથ અને પગ માં ગંભીર ઈજાઓ સાથે ફ્રેકચર થતા તમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોને તંત્ર તરફ થી કોઈ મદદ ન મળતા છેવટે સ્થાનિક યુવકોએ જાતે જ આ દર્દી ને 12 ફૂટ પાણીમાંથી રેસક્યુ કરવાનો નિર્ણય કર્યો હતો.

ફતેગંજ વિસ્તારમાં મેરાજ રેસીડેન્સી તથા આસપાસના યુવકો આ રેસક્યુ કરવા એકઠા થઈ ગયા હતા. વિસ્તારના અગ્રણી તાહેરભાઈ જાબુઆવાલા, સહિત વિસ્તારના 5 જેટલા તરવૈયાઓ મેરાજ રેસીડેન્સી થી દોરડું બાંધી સાથે લઈ 12 ફૂટ જેટલા ઊંડા વહેણ સાથે ના પાણીમાં કૂદકો લગાવી તરીને  એક તરાપા સાથે લઈ તાજ બુરહાની બિલ્ડિંગ સુધી પહોંચ્યા હતા. પાણી ઊંડું અને વહેણ સાથે હોય દર્દી ને બહાર કાઢવો ઘણું મુશ્કેલ હતું. તરવૈયાઓ પહોચી દર્દી ને તરાપા માં મૂકી દીધા વડે બાંધી પાણીમાં થી બહાર કાઢવા રેસક્યુ શરૂ કર્યું હતું.

એક તબક્કે પાણી ના વહેણ માં તરવૈયા ઓ પણ ખેંચાવા લાગતા બૂમાબૂમ થઈ હતી. પરંતુ અન્ય તરવૈયા ઓ.દ્વારા પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી અને એક તરવૈયાની ડૂબતા બચાવી લીધો હતો. દોરડાની મદદ થી દર્દી સાથે ના તરાપા ને ફતેગંજ સદર બજાર સુધી લઈ જવામાં આવ્યો હતો . અને ત્યાં થી તાત્કાલિક તેમને યુવકો દ્વારા ગાડી માં નાખી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ દીલધક રેસક્યુ માં તાહેર ભાઈ જાબુઆવાલા અને તેમની સાથેના વિસ્તારના હિન્દુ મુસ્લિમ તરવૈયાઓએ દિલધડક રેસ્કયું પાર પાડતા તમામ લોકો એ તાળીઓના ગડગડાટ સાથે યુવકોને માનવતા ભરી કામગીરી ને બિરદાવી હતી. આ સમયે મેરાજ રેસીડેન્સી ના સમીરખાન પઠાણ , ઝમિરખાન, નઝર મોહમ્મદ શેલિયા સહિતના યુવાનો એ ઉત્તમ કામગીરી બતાવી આ રેસ્કયુ ને પાર પાડવામાં મદદ કરી હતી.
———————————————————-

Most Popular

To Top