*અગાઉ સસ્તું ડીઝલ અપાવવાનું કહી પીક અપ ગાડીના માલિક પાસેથી રૂ.60,000પડાવી લીધા હોય પીક અપ ચાલકે છેતરપિંડી કરનારને ફટકાર્યો હતો*
(પ્રતિનિધિ) વડોદરા તા.2
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના યુવકને બોલેરો પીક અપ ગાડી માટે બજાર ભાવ કરતાં દસ રૂપિયા પ્રતિ લીટર ઓછાના ભાવે ડીઝલ અપાવવાનું કહી પીક અપ ગાડી માલિક પાસેથી રૂ.60,000રોકડા લઇ ભાગી ગયેલા આ ઇસમે પીક અપ માલિક યુવકના બીજા એક મિત્રને શિકાર બનાવવા જતાં પીક અપ ગાડીના માલિકે તેને ફટકાર્યો હતો. જેની અદાવતે પીક અપ ગાડીના માલિકને ખોટું બોલી હાઇવે પર બોલાવી કારમાં અપહરણ કરી પાંચ ઇસમોએ માર મારતાં કપૂરાઇ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દૂધવાળા ગામના સંત કેવલ ફળિયામાં મિલન હસમુખભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને તેમણે એક મહિન્દ્રા બોલેરો પીક અપ ગાડી ખરીદી હતી.એક વર્ષ અગાઉ મિલનભાઇના ખેતરમાં સતીષભાઇ જાદવે બજાર ભાવ કરતા રૂ.10 પ્રતિ લીટરે ડીઝલ અપાવવાની લાલચ આપી કરખડી ખાતે એચ.પી.પેટ્રોલપંપ પર લઇ જઇ ત્યાં 10લિટર ડીઝલ અપાવી રૂ.60,000 રોકડા લઇ જતો રહ્યો હતો. ગત તા.16-02-2025ના રોજ મિલનના મિત્ર જયેશભાઇને સતીષ જાદવ અને તેનો મિત્ર શિવમ બ્રહ્મભટ્ટે સસ્તામાં ડીઝલ અપાવવાનું જણાવતા જયેશભાઇએ વિડિયો કોલ કરી મિલીનને વાત કરતાં મીલીને ત્યાં પહોંચી મિત્ર જયેશ સાથે સતીષ જાદવ અને તેના મિત્ર શિવમ બ્રહમભટ્ટને દૂધવાલા ગામે લાવી ફટકાર્યા હતા. ત્યારબાદ તા.01માર્ચ ,2825ના રોજ મીલીન ભાઇને ગામના મિત્ર વિજય ભારીયાએ મકરપુરાથી માલ ભરવાનું જણાવ્યું હતું અને સુશેન સર્કલ પાસે બોલાવી એક બાબુભાઇ તથા અન્ય એક વ્યક્તિ એ દરજીપુરા એરફોર્સ સ્ટેશનથી માલ ભરવાનું જણાવી કપૂરાઇ સર્વિસ રોડ લઇ ગયા હતા અને ચા પીવાના બહાને ઉતરી બાબુભાઇ એ પીક અપ ગાડીની ચાવી કાઢી લીધી હતી ત્યારે સ્વિફ્ટ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીડી-6124 લઇ સતીષ જાદવ,શિવમ બ્રહમભટ્ટ, તથા એક જાડીયો ઇસમ બાબુ તથા અન્ય એકે મિલીનને કારમાં બેસાડી અપહરણ કરી આજવા ચોકડી થી અંદર લઇ જ ઇ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પીક અપ ગાડી પાસે ઉતારી ભાગી ગયા હતા. આ દરમિયાન મિલીનની દોઢ તોલાની સોનાની ચેઇન પણ પડી ગઈ હોય સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં પાંચ ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
