*
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું નવીનીકરણ કરવાનું આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવનું પણ 6,14,73,001 ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ નવીનીકરણ ચાલુ છે. બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડાં પડી ગયા છે. આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી. કપુરાઈ તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણેનું મટીરીયલ વાપરી નથી તેવું દેખાઈ રહ્યું છે. 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી . તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનો મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રસ્ટાચાર કરી રહ્યા છે. સાથે આ કપૂરાઈ તળાવની નવીનીકરણની કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માગ કરવામાં આવી હતી .
કપુરાઈ તળાવના નવીનીકરણની કામગીરીમા પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં
By
Posted on