Vadodara

કપાસિયા તેલના ડબ્બા પર ત્રીજા દિવસે રૂ.60નો વધારો તે રીતે પામોલિન તેલના ડબ્બા પર રૂ.30નો વધારો…

સરકારે જૂના ભાવે જ તેલ વેચવાની વેપારીઓને આપી સૂચના

પામોલિન, સોયાબીન તથા સનફ્લાવર તેલમાં આયાત ડ્યૂટી વધતાં તેલના ભાવોમાં ત્રણ દિવસથી વધારો

સરકારે ઇન્ડોનેશિયા, મલેશિયા તથા રશિયા અને યુક્રેનથી આયાત થતાં પામોલિન તેલ, સોયાબીન તથા સનફ્લાવર તેલની આયાત ડ્યૂટી 20% કરી દેતાં પામોલિન, સોયાબીન તથા સનફ્લાવર ખાધ્યતેલના ભાવોમાં રૂ. 285 થી રૂ300 સુધીનો ભાવ પ્રતિ ડબ્બા પર પડ્યો છે. તા.14મી સપ્ટેમ્બર થી આયાત ડ્યુટી લાગુ થયેથી તેલના ભાવવધારો થયો છે.
ડયુટી વધારા પૂર્વેનાં વેપારમાં ગૂંચ સર્જાતા માલખેંચની સ્થિતિ સર્જાઇ હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું હતુંખાદ્યતેલોમાં એક દિવસની રાહત બાદ આજે ફરી ભાવોમાં ભડકો થયો હતો. ખાસ કરીને કપાસીયાતેલ તથા પામોલીનમાં ઉછાળો હતો. તેલબજારનાં વેપારીઓએ કહ્યું કે કપાસીયા તેલમાં બુધવારે પ્રતિ ડબ્બે રૂા.60 રૂપિયાનો ઉછાળો હતો નવા 15 કિ.ગ્રા. નાડબ્બાનો ભાવ રૂ.2020 થી રૂ.2070 થયો હતો. જ્યારે પામોલીન તેલનો ડબ્બો 30 રૂપિયાના ઉછાળાથી રૂ.1890 થી રૂ.1895હતો.
કેન્દ્ર સરકારે આયાત જકાતમાં રાતોરાત ધરખમ વધારો કર્યાને પગલે ત્રણેક દિવસથી ભાવમાં ઉથલપાથલ થઈ રહી છે. ડયુટી વધારો તો શનિવારથી લાગુ પડયો છે. પરંતુ તે પૂર્વેનો સ્ટોક જુના ભાવે વેચવાની સરકારની સુચનાની ઐસીતૈસી થઈ રહી છે.
અને કિલોએ 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. જયારે કેન્દ્ર સરકારે ખાદ્યતેલ ઉત્પાદન કંપનીઓએ જુના સ્ટોકનો માલ જુની કિંમતે જ
વેચવાની તેલના વેપારીઓને સુચના આપી છે. ઘરઆંગણે તેલીબીયા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની આયાત જકાતમાં 20 ટકાનો વધારો કર્યો હતો. ભારત વાર્ષિક જરૂરીયાતોનું 70 ટકા ખાદ્યતેલ આયાત કરે છે. ત્યારે ઘર આંગણે ઉત્પાદન વધારીને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો આશય છે.સાથે જ દેશના ખેડૂતોને લાભ મળે તે ઉદ્દેશ છે આ પગલાની તાત્કાલીક અસર હેઠળ ભાવમાં મોટો વધારો થયો હતો.

વિદેશી હૂંડિયામણ બચશે

હાલમાં સરકારે પામોલિન, સોયાબીન તથા સનફ્લાવર તેલની આયાત 20% વધતાં વિદેશી હૂંડિયામણ બચશે સાથે જ દેશના ખેડૂતોને ફાયદો થશે. સામાન્ય રીતે મોટા ભાગના ખાધ્યતેલમાં પામોલિન તેલ 25 %ની આસપાસ લેવામાં આવે જ છે જેના કારણે કપાસિયા તેલના ડબ્બા પર પણ થોડી અસર પડશે.14સપ્ટેમ્બર થી આ ભાવવધારો લાગું થયો છે. શહેરમાં કેટલાક મોટા વેપારીઓ નફો રળી લેવા પામોલિન, સોયાબીન, સનફ્લાવર તેલ નાના વેપારીઓને આપી નથી રહ્યાં. દિવાળી ની આસપાસ સુધી તેલ (પ્રતિ 15કિલો ડબ્બા) પર રૂ.100 થી રૂ.200 રહેવાની શક્યતા છે.કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2020 થી રૂ.2070થયો છે.
સનફ્લાવર તેલ પ્રતિ એક કિલો દીઠ રૂ.17 વધ્યાં છે.

-નૂતનભાઇ અગ્રવાલ-વેપારી
વ્રજ એન્ટરપ્રાઇઝ, વાઘોડિયારોડ

Most Popular

To Top