*માનતા પૂર્ણ કરવા માટે યુવક-યુવતીઓ, ગ્રામજનો અંગારા પર ચાલે છે
કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી હોળીના અંગારા ઉપર ચાલવાની પ્રથા છે.અંગારા ઉપર ચાલવાથી માનતા પૂર્ણ થાય છે તે પરંપરા આજે પણ આ ગામમાં યથાવત છે.
કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામમાં હોળીના પ્રાગટ્ય બાદ તેમાંથી નીકળતા અંગારા ઉપર ગ્રામજનોની ચાલવાની પરંપરા છે.જેમાં ખાસ કરીને ગામનું યુવાધન અંગારા ઉપરથી ચાલવા માટે હોડ જામે છે. આ વિશિષ્ટ પ્રકારની માન્યતા નિહાળવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે.આ અંગે ગામના સરપંચ મમતાબેન વિરેન્દ્રસિંહ ચૌહાણ, પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે વાઘજીપુર ગામમાં હોળીના અંગારા ઉપરથી ચાલવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.લોકો ખુલ્લા પગે અંગારા ઉપર ચાલે છે પણ કાંઈ થતું નથી તેમ તેમનું કહેવું છે.જેના માટે માતાજી રક્ષા કરે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે તેવી પ્રબળ માન્યતા ગ્રામજનોમાં છે.
