કપડવંજ: શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજના પશુ ચિકિત્સકો નું સમાજ વાડી કપડવંજ ખાતે એક પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સભાના પ્રમુખ તરીકે ડો મણિલાલ એસ પટેલ, તેમજ ડૉ સંજય એસ પટેલ, તેમજ કે કે મેડીકલના કૌશલ પટેલ, સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ ના પૂર્વ મંત્રી દિનેશ આર પટેલ તેમજ સમાજના અન્ય ડોક્ટર સહ કુટુંબ હાજર રહ્યા હતા. અંદાજે સવાસો સમાજના કુલ 32 જેટલા ડૉક્ટર તેમના પરિવાર સાથે જોડાયા હતા. આ પરિવાર મિલન આજ સુધીના સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાયું એ એક વિરલ ઘટના છે.
આવનાર સમયમાં દર વર્ષે આ મિલન કાર્યક્રમ યોજાય એવું નક્કી કરવામાં આવ્યું તેમજ સમાજના અન્ય લોકો પણ આ જીવોની સેવા કરતા વ્યવસાયમાં વધુ પ્રમાણમાં જોડાય એવી નેમ સાથે સૌના સાથ સહકારથી આ સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો.આભાર વિધિ ડો. વિજય ભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. સૌનો આભાર માની સૌ છૂટા પડ્યા.આ મિલન કાર્યક્રમ માં સને 1973ના સ્નાતક થી લઈ વર્ષ 2025ના તાજેતરના સ્નાતકો ને એકબીજા સાથે વિચાર વિમર્શ કરવાની ઉમદા તક મળી.