Kapadvanj

કપડવંજ પંથકમાં ૪ કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો

કપડવંજ: કપડવંજ પંથકમાં છેલ્લે ગત ૧૯ તારીખે ત્રણ ઈંચ વરસાદ વરસ્યા બાદ એક સપ્તાહ પછી વરસાદનું પુનરાગમન થયું છે. ગત સપ્તાહમાં વાદળછાયા વાતવરણ વચ્ચે બફારાથી જનતા પરેશાન થઈ ગઈ હતી. જેને કારણે કપડવંજવાસીઓ અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ભારે બફારો થતો હોવાને કારણે જન-જીવન ઉપર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ખાસ કરીને બપોરનો સમય ખૂબ જ અસહ્ય હતો.એક સપ્તાહ બાદ મેઘાનું પુનરાગમન થતા લોકોએ રાહત અનુભવી હતી. ગત તા. ૨૫ના રોજ ૧૧ મીમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે બપોર પછી વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. જેમાં બપોરના ૨-૦૦થી ૬-૦૦ દરમિયાન ૩૧મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૨૦૭ મી.મી.સરકારી દફતરે નોંધાયો હતો. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં શીત લહેર છવાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નાના નાના ભુલકાઓએ રસ્તા ઉપર વહેતા પાણીમાં ધુબાકા મારી વરસાદની મઝા માણી હતી.

Most Popular

To Top