Kapadvanj

કપડવંજ તાલુકામાં થવાદ નાઇટ બસને ચપટીયા પાસે અકસ્માત થતા ડ્રાઇવરનું મોત

કપડવંજ કપડવંજ એસટી ડેપોની બસ નંબર GJ18Z7352 થવાદ નાઈટથી કપડવંજ લોકલ રૂટ પર જઈ રહી હતી. તે સમય દરમિયાન ચપટીયા પાટીયા સ્ટેન્ડ ઊપર પેસેન્જર લેવા માટે બસ સાઈડમાં ઉભી રાખી ડ્રાઇવર ડ્રાઇવર સીટમાંથી ઉતરી બસ ની પાછળની બાજુએ કઈક અવાજ આવતો હોવાથી તે ચેક કરવા ગયા તે સમય દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસના પાછળના ભાગે ટક્કર મારી હતી. તે દરમિયાન બસના ડ્રાઇવર પાછળના ભાગે ઉભેલા હોય તેઓને પણ ટક્કર વાગતા નીચે પડી જતા એસટી બસ ડ્રાઇવર જે ડી પટેલનું સ્થળ પર અવસાન થયું છે.

ટ્રકચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો અને બસ સાઈડમાં ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 2 મુસાફર હતા. મુસાફર કે કંડકટરને કોઈ ઇજા થઈ નથી. ડેપો મેનેજર એન એમ કલ્યાણી અને ટી આઇ એસ આર દેસાઇના જણાવ્યા અનુસાર પોલીસ સત્તાવાળાઓ દ્વારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top