Kapadvanj

કપડવંજ તાલુકાના ચારણીયા ગામમાં પીવાના પાણીની તંગી, ઉકેલની માંગ તીવ્ર બની




કપડવંજ: કપડવંજ તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયત સંલગ્ન ચારણીયા ગામ છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્રામ પંચાયત હસ્તકના બોરમાં પંકચર થવાથી અને સબ માર્શિબલ મોટર કોલમ સહિત ફસાઈ જવાથી ગ્રામજનો ધોમધખતા ઉનાળાની કાળઝાળમાં ગરમીમાં પાણી માટે આમતેમ વલખાં મારી રહ્યા છે.ગામના મોટાભાગના ગ્રામજનો પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી પાલતુ પ્રાણીઓ માટે પણ પાણીના પુરવઠાની મોટી સમસ્યા સર્જાઈ છે. લાગતા વળગતા જવાબદાર વિભાગ દ્વારા તેનો સત્વરે ઉકેલ લાવવા પ્રબળ માંગ ઉઠી છે. જો તેમ કરવામાં વિલંબ કરવામાં આવશે તો આગામી દિવસોમાં ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડશે તે વાત નિશ્ચિત છે.

Most Popular

To Top