Kapadvanj

કપડવંજ ટાઉનમહિલા પોલીસ-શી ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને રક્ષાબંધનનો અનોખો કાર્યક્રમ યોજાયો

કપડવંજ: કપડવંજ પંથકના વરિષ્ઠ નાગરિકોના રક્ષણાર્થે અને શ્રેયાર્થે ખેડા જિલ્લા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની મહિલા-શીટીમ દ્વારા રક્ષાબંધન તહેવારની પૂર્વ સંધ્યાએ સંસ્થાના કાર્યાલયમાં સિનિયર સિટીઝનોને રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહિલા પોલીસ કોન્સ્ટેબલો પ્રફુલ્લાબેન કાંતિભાઈ, અસમાબાનુ ઇદરિશમિયા, જીનલબેન રણછોડભાઈએ વરિષ્ઠ નાગરિકો રાજેશ ત્રિવેદી, જયેન્દ્ર કંસારા , મુકુંદ ત્રિવેદી, કીર્તન પરીખ, ભદ્રેશ પંડ્યા, ભરત ભટ્ટ , લક્ષ્મી લાલ શાહ વગેરેને કુમકુમ તિલક કરી રક્ષાબંધન કરી મોં મીઠું કરાવી તેમના રક્ષણ અર્થે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વરિષ્ઠ નાગરિક મંડળના ઉપપ્રમુખ રાજેશ એન ત્રિવેદીએ પોલીસ તંત્રના આ નૂતન અભિગમને આવકારીને આયોજકોનો આભાર માન્યો હતો આ પ્રસંગે હેકો મુકેશકુમાર જયંતીભાઈ, પોકો શૈલેષકુમાર રાયચંદભાઈ તેમજ વિરલ સિંહ રણવીર સિંહ વગેરે સહયોગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના જણાવ્યા અનુસાર કપડવંજ નડિયાદ રોડ ઉપર મહમદપુરા ગામ પાસે વાહનચાલકોને હેલ્મેટ તથા સીટ બેલ્ટ વગેરેનું મહત્વ સમજાવી તેઓને પણ રક્ષાબંધન કરવામાં આવ્યું હતું

Most Popular

To Top