કપડવંજ: કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કૉલેજ, કપડવંજમાં એન્ટીરેગિંગ વિશે ઓરીએન્ટેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.વિદ્યાર્થીઓમાં એન્ટીરેગિંગ અંગે જાગૃતિ આવે એ ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકારી આચાર્ય પ્રો.એ.બી.પન્ડાએ વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન્ટીરેગિંગ કમિટીના કન્વીનર ડૉ.રીટા રાણાએ કર્યુ હતું. વિદ્યાર્થીઓને એન્ટીરેગિંગ અંગેની ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારદર્શન પ્રો.ડૉ.મુકેશ આહીરે કર્યુ હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યુ હતુ.