Kapadvanj

કપડવંજમાં સૌ પ્રથમવાર 40થી વધુ મહિલાઓ બોક્ષ ક્રિકેટ રમી

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત મુખ્યાજી ક્રિકેટ એકેડેમી દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કપડવંજ: કપડવંજ કેળવણી મંડળ સંચાલિત મુખ્યાજી ક્રિકેટ એકેડેમી દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં કપડવંજની કુલ આશરે 40થી વધારે બહેનોએ ભાગ લીઘો હતો.

આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલા, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, સહકારી આગેવાન જયેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન ધવલ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સહિતના કાર્યકરોને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કપડવંજ વિસ્તારમાં મહિલાઓનું યોગદાન રમતગમતમાં વધે અને રુચિ વધે એ આશાએથી આ ટુર્નામેન્ટનું આયોજન કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના સહયોગ થી કરવામાં આવ્યું હતુ.

Most Popular

To Top