કપડવંજ: કપડવંજમાં વિકાસપથ જે દિવસેને દિવસે વિનાશપથ બનતો જાય છે. ત્યારે આજરોજ કપડવંજ બસ સ્ટેશનમાંથી નીકળતી અમદાવાદ બાયડ બસ વિકાસપથ પર પસાર થઈ રહેલી ભારે પથ્થરો ભરેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

બસના મુસાફરોનો જીવ થોડી ક્ષણ માટે અધ્ધર થઈ ગયો હતો. આ સમયે વિકાસ પથ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આમ વિકાસ પથ પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તેવી લોક માંગણી છે.