કપડવંજ: ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા મિશન કૃષ્ણ વડ અંતર્ગત નગરપાલિકા વિસ્તાર કપડવંજ ખાતે જન્માષ્ટમીના દિને રોપણ કરવામાં આવ્યું હતું.

ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા દુર્લભ એવું કૃષ્ણ વડ જે ગુજરાત ની તમામ નગરપાલિકાઓમાં એક કૃષ્ણ વડ રોપવું તેવા મિશન અંતર્ગત કપડવંજ વસતા તળાવ ખાતે કૃષ્ણ વડનું રોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અરવિંદભાઈ પટેલ પ્રિયા વાળા, યોગેશભાઈ પટેલ, જીગ્નેશ વસાવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જન્માષ્ટમીના દિને ડાકોર, કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ, ખેડા અને બારેજા ખાતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા કૃષ્ણ વડ મિશન અંતર્ગત કૃષ્ણ વડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ અંગે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે એક પેડ મા કે નામ અંતર્ગત અને 2024 માં મેં આ મીશન શરૂ કર્યું તે પહેલા ગુજરાતમાં ફક્ત 15 જ કૃષ્ણ વડ હતા. આ કૃષ્ણ વડ દુર્લભ છે. મેં આ મિશન ગુજરાતની તમામ નગરપાલિકા વિસ્તારમાં એક કૃષ્ણ વડનું રોપણ કરવું તેવુ નક્કી કર્યું છે અને 2024 થી આ મિશન હાથ પર લેવામાં આવ્યું હતું. હાલ ગાંધીનગર ઝોનની તમામ નગરપાલિકાઓમાં રોપણ કરવામાં આવ્યું છે અને વડોદરા ઝોન ની નગરપાલિકાઓમાં પણ રોપણ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ ઝોનની નગરપાલિકાઓમાં પણ રોપણ કરી દેવામાં આવ્યુ છે. ભાવનગર ઝોનની ચાર નગરપાલિકાઓમાં પણ કૃષ્ણ વડ નું રોપણ કરવામાં આવ્યું છે અને તેનો ઉછેર પણ સારી રીતે થઈ રહ્યો છે અને 2026 સુધીમાં ગુજરાત તમામ નગરપાલિકાઓમાં એક કૃષ્ણ વડ નું રોપણ કરવું તેવા ધ્યેય સાથે હું મારી રજાઓનો ઉપયોગ આ કાર્યમા કરી રહી છુ.