કવાંટ : કવાંટ તાલુકાના કડીપાણી ગામે આવેલી ફ્લોરોસ્પાર નગર પ્રાથમિક શાળાનું ગૌરવ બનેલા બે બાળકોએ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરી છે.
ગુજરાત રાજ્ય સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૪/૨૫ માં કવાંટ તાલુકાના કડીપાણી ગામે જીએમડીસી સંચાલિત ફ્લોરસ્પાર નગર પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાના ૩૦ જેટલા બાળકો તાલુકા કક્ષાએ તેમજ ૧૩ જેટલા બાળકો જિલ્લા કક્ષા અને બે બાળકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરી છે. તે બદલ જીએમડીસી પરિવાર હર્ષ અને લાગણી સાથે શાળાના ભાગ લેનાર તમામ બાળકો તેમજ શાળાના કોચ ઉમંગ એસ રાઠવાને બીરદાવે છે. રાજ્યકક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ જેમાં રાઠવા સિયાબેન ફુલસિંગભાઈ ધોરણ ચારz રાઠવા કિસ્મતભાઈ અર્જુનભાઈ ધોરણ ચાર , જેમણે રાજ્ય કક્ષાએ સફળતા મેળવતા કવાંટ તાલુકામાં ગૌરવ વધાર્યું છે. કડીપાણી તાલુકા પંચાયત સદસ્ય ભારેસભાઈ રાઠવાએ પણ તમામ બાળકોને શુભેચ્છા પાઠવી છે.