સંતરામપુર: કડાણા બંધનાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનનાં બજાજસાગર બંધ માંથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં સતત નવા નીરની આવક થતા કડાણા બંધની જલ સપાટી વધતાં કડાણા બંધ નું રુલ લેવલ જાળવી રાખવા માટે કડાણા બંધમાંથી ગત મોડી રાતે 10 વાગે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું . કડાણા ડેમની પાણી સંગ્રહની મહત્તમ સપાટી 419 ફુટ ની હોઈ તે સામે આજે સવારે દસ વાગ્યે કડાણા બંધ માં પાણી ની સપાટી 415ફુટ 6 ઈંચ જોવા મળતી હતી.
કડાણા બંધ માં હાલ પાણી ની આવક એક લાખ પાંસઠ હજાર ક્યુસેક હોઈ ડેમમાથી આજે સવારે થી એક લાખ નેવું હજાર ક્યુસેક પાણી કડાણા ડેમ નાં 15 ગેટ ચાર ફુટ ખોલી ને અને છ ગેટ આઠ ફૂટ ખોલીને ( કુલ એકવીસ ગેટ) ડેમમાંથી પાણી છોડાતા મહી નદી માં ધોડાપુર જોવા મળે છે.
જળાશયના ઉપરવાસમાં આવેલા (રાજસ્થાન) મહી ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાછલા એક સપ્તાહથી છોડવામાં આવેલા પાણીના કારણે કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.હાલ સપાટી 415 ફુટ 6 ઈંચ સુધી નોંધાતા મહત્તમ સપાટી 419 નજીક આવતા જળાશય તેની ક્ષમતા પ્રમાણે 90 % ટકા કરતાં વધારે ભરાયો હોવાનુ જોવા મળતા હાઈ એલર્ટ સ્ટેજ (High Alert Stage) જાહેર કરવામા આવ્યું છે .જ્યારે મહીબાંધ બજાજસાગર રાજસ્થાનના ડેમમાંથી પાણી છોડતાં તે પાણી કડાણા જળાશયમાં આવતાં કડાણા ડેમની સપાટી માં સતત વધારો થતાં મહીસાગર જીલ્લા પ્રશાસન તેમજ સિંચાઈ વિભાગ(કડાણા) દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે નદી કિનારે અવરજવર માટે પ્રતિબંધ રાખવાનો હુકમ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
કડાણા બંધ માંથી પાણી છોડાતા કડાણા બંધ ના નીચવાસમાં આવેલા મહી નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સચેત કરાયા છે.
કડાણા બંધ માંથી સતત પાણી છોડાતા મહીસાગર
જીલ્લાના નીચાણ વિસ્તારમાં આવેલા ખાનપુર તાલુકાના 16 લુણાવાડા તાલુકાના 63 તથા કડાણા તાલુકાના 27 મળી કુલ 106 ગામોના સંબંધિત સરપંચો ને તલાટી ઓને નાગરિકોને આ અંગે સાવચેતીના તમામ પગલા લેવા નિવાસી અધિક કલેકટર મહીસાગર દ્વારા જણાવાયું હતું
કડાણા ડેમના 21 ગેટ ખોલી પાણી છોડતા મહીસાગરમાં ઘોડાપૂર
By
Posted on