( પ્રતિનિધિ )વડોદરા,તા.4
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા વડોદરા – કઠાણા – વડોદરા ડેમૂ ટ્રેનનું પ્રતાપનગર સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે તથા આ ટ્રેનમાં વડોદરા અને બાજવા સ્ટેશનના સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જણાવ્યા મુજબ, આ ડેમૂ સર્વિસ પોતાની નિયમિત સેવામાં કઠાણાથી પ્રતાપનગર વચ્ચે સંચાલિત થશે. જે પોતાની નિયમિત સેવારૂપે 5 એપ્રિલ, 2026થી સપ્તાહમાં 6 દિવસ (શનિવાર સિવાય) આ ડેમૂ ટ્રેન કઠાણા – પ્રતાપનગર વચ્ચે સંચાલિત થશે. ટ્રેન નંબર 79440 કઠાણા – પ્રતાપનગર ડેમૂ કઠાણાથી 05:15 કલાકે પ્રસ્થાન કરીને 09:50 કલાકે પ્રતાપનગર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 79439 પ્રતાપનગર – કઠાણા ડેમૂ પ્રતાપનગરથી બપોરે 16:35 કલાકે પ્રસ્થાન કરી રાત્રે 21:00 કલાકે કઠાણા પહોંચશે. ટ્રેન નં. 79440 કઠાણા – પ્રતાપનગર સ્ટેશન ટ્રેન નં. 79439, પ્રતાપનગર – કઠાણા જે 09:50 — પ્રતાપનગર — 16:35 ,09:23 09:25 , વડોદરા 16:53 16:55, 09:00 09:01 બાજવા 17:09 17:10, — 05:15 કઠાણા 21:00 , રેલવે યાત્રીઓને જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓને વેબસાઈટ પર જઈને અવલોકન કરવા જણાવાયું છે.