Charotar

કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનીયત….


સફાઈ કરવાના બહાને શાળાની રૂમમાં બોલાવી 9 વર્ષની દીકરી પર શિક્ષકે શારિરીક અડપલા કરતા ચકચાર…

ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. કઠલાલ પંથકના એક ગામે મુસ્લિમ શિક્ષકે શાળામાં ભણતી 9 વર્ષની દીકરી પર નજર બગાડી શારિરીક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.50) પોતે આ તાલુકાના એક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 31 ઓગસ્ટને શનિવારના રોજ સવારની શાળા હોઈ આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની બાળાને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ તેણીના કપડા ઊંચા કરી શારિરીક અડપલા અને છેડતી કરી હતી. હવસખોરનો ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માવતરને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરતા માવતરના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ માવતરે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પુછપરછ આદરી છે. આ બાબતે ડીવાયએસપી વી.એન.સોલકીએ જણાવ્યું કે, છેડતી, શારિરીક અડપલાની ફરિયાદ નોધાઈ છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ મથકે હિન્દુ સંગઠનોના ટોળેટોળાં ઉમટ્યા છે. હિન્દુ ‌સંગઠનના રાજન ત્રિપાઠીએ આ બનાવને ખુબજ ગંભીર ગણાવ્યો છે અને નરાધમ શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા માંગણી કરી છે.

Most Popular

To Top