યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેના તરફથી મોટું નિવેદન આવ્યું છે, તેનાથી સંઘર્ષ વિરામ કેટલો લાંબો ચાલશે તે બાબતે ફરી સવાલો ઉભા કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેના અધ્યક્ષો સાથેની હાઈ લેવલ બેઠક વચ્ચે ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન તેના લક્ષ્યો સચોટ અને વ્યવસાયિક સજ્જતા સાથે પાર પાડ્યા છે. ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે, અફવાઓથી દૂર રહો, અમે આ અંગે વિગતવાર માહિતી આપીશું’