Limkheda

ઓપરેશન સિંદૂરની સફળતા બાદમાં દાહોદની ધરતી પર આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ભવ્ય સ્વાગત કરવા લીમખેડાના કાર્યકરોમાં થનગનાટ

લીમખેડા તથા સીગવડ તાલુકાના કાર્યકર્તાની મીટીંગ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં બાંડીબાર મુન્નાભાઈની આશ્રમ શાળામાં રાખવામાં આવી

લીમખેડા: ઓપરેશન સિંદૂરની સફળતા બાદમાં દાહોદની ધરતી પર આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા લીમખેડા વિધાનસભા વિસ્તારના લીમખેડા તથા સીગવડ તાલુકાના કાર્યકર્તા ની મીટીંગ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા માં બાંડીબાર મુન્ના ભાઈની આશ્રમ શાળામાં રાખવામાં આવી હતી. આ સાથે સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયાની આગેવાની હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.


આજની મિટિંગમાં ઊપસ્થિત કાર્યકર્તા ને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દાહોદ પરેલમાં બનેલા સ્વદેશી 9000 હજાર હોર્સ પાવર એન્જિનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. સાથે જ જીલ્લાના 1000 કરોડ રૂ કરતાં વધારેનાં કામોનું લોકાર્પણ પણ કરવાનાં છે. તો લીમખેડા વિધાનસભા વિસ્તારમાંથી 25 હજાર કરતાં વધારેની સંખ્યા ભેગી કરવા માટેનું આહવાન કર્યું હતું . વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ભવ્યા થી ભવ્ય સ્વાગત કરવાનું છે તે માટે તમામ કાર્યકર્તાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તે માટે સુચારુ આયોજન કરવા માટે તમામ મુખ્ય કાર્યકર્તાને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. આજની આ મહત્વની મિટિંગમાં દાહોદ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ સ્નેહલ ધરીયા, ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ સામા ભાઈ કટારા, મહામંત્રી પપ્પુ ભાઈ તથા કનક ભાઈ, મુન્ના ભાઈ લબાના , સીગવડ લીમખેડા તાલુકાના ના જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પછી બાંડીબાર આશ્રમ શાળા રોડ પર ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

Most Popular

To Top