નાની ઉંમરે નાણાં કમાવાની ઘેલછાના કારણે અનેક લોકો ઓનલાઈન ગેમના બંધાણી બનતા જાય છે જેના કારણે સરકાર દ્વારા થોડા સમય પહેલા અનેક ગેમો પર બેન લાવવામાં આવ્યો હતો. તે છતાં હજુ પણ અનેક ઓનલાઈન ગેમો જેમાં પૈસા લગાવીને ગેમ રમવામાં આવતી હોય છે ત્યારે અનેક લોકો દેવુ કરીને પણ ગેમ રમતા હોય છે ત્યારે આજે સયાજીગંજ વિસ્તારમાં રહેતા એક યુવકે દેવું વધી જતાં ગેમના કારણે પોતાનો જીવ ટુંકાવ્યો હતો.
સયાજીગંજ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય આનંદ રામચંદ્ર ધનાવડે મજૂરી કામ કરીને પોતાનું તેમ જ પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. નાની ઉંમરે જ ધનાઢ્ય થવાના સ્વપ્ન જોતા આનંદ ડ્રેગન ટાઈગર નામની ગેમ રમવાની શરૂઆત કરી હતી.આ ગેમ કસીનો રમત અનુસાર ની ઓનલાઇન ગેમ હતી જેમાં સમગ્ર દેશ દુનિયાના લોકો જોડાઈ શકે તે પ્રકારની ગેમ હતી જેમાં તેમણે મૂડી પણ લગાવી હતી આ ગેમ નું વળગણ તેઓને છેલ્લા કેટલા સમયથી હોવાનું જાણવા મળ્યું હતું. ગેમના કારણે તેઓએ દેવું પણ કરી દીધું હતું જેના કારણે અંતિમ પગલાં રૂપે તેઓએ ગત રાત્રી દરમિયાન ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જો કે આ બાબતે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.