પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના આણંદ – ગોધરા સેક્શનના ઓડ – થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકીંગ કાર્યને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર 2024 થી 24 સપ્ટેમ્બર 2024 સુધી રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર- આણંદ મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
5. ટ્રેન નંબર 09393 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
6. ટ્રેન નંબર 09396 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 11મી સપ્ટેમ્બરથી 24મી સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
આ ટ્રેનો 11.09.24 થી 24.09.2024 સુધી ઉમરેઠ સ્ટેશન પર રોકાશે નહીં
1. ટ્રેન નંબર 09387 આણંદ – ડાકોર મેમુ ટ્રેન
2. ટ્રેન નંબર 09388 ડાકોર – આણંદ મેમુ ટ્રેન
3. ટ્રેન નંબર 09349 આણંદ – ગોધરા મેમુ ટ્રેન
4. ટ્રેન નંબર 09133 આણંદ – ગોધરા મેમુ ટ્રેન
5. ટ્રેન નંબર 09350 દાહોદ – આણંદ મેમુ ટ્રેન
6. ટ્રેન નંબર 09134 ગોધરા – આણંદ મેમુ ટ્રેન
7. ટ્રેન નંબર 09395 આણંદ – ગોધરા મેમુ ટ્રેન
8. ટ્રેન નંબર 09394 ગોધરા – આણંદ મેમુ ટ્રેન
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
