Vadodara

ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે



દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગડ, વિજયનગરમ અને ખુર્દા રોડ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Most Popular

To Top