શહેરના પ્રતાપનગર થી સુશેન રોડ તરફ ઓએનજીસી ગેટ પાસે મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણાં સમયથી જોખમી ભૂવો પડ્યો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો..
તંત્ર કે કોઈ નેતા આવવાના હોય ત્યારે રાતોરાત શહેરને ચમકાવી દે છે પરંતુ ટેક્ષ ભરતી જનતાની સુવિધાઓ માટે કંઈ કરવાની દાનત નથી..
.શહેરના પ્રતાપનગર થી સુશેન રોડ વિસ્તારમાં આવેલા ઓએનજીસીના ગેટ સામે મુખ્ય માર્ગ ઉપર ગત લાભપાંચમ ની રાત્રે અગિયાર વાગ્યે જોખમી ભૂવો પડ્યો હતો પાલિકા તંત્ર દ્વારા અહીં માત્ર બેરીકેટીગ કરી સંતોષ માન્યો છે અને બાજુમાં લાઇન નાંખવાની કામગીરી કરી હતી જ્યારે આજદિન સુધી આ જોખમી ભૂવાનુ પૂરાણ કરવામાં આવ્યું નથી.તંત્ર કોઈ નેતા આવવાના હોય ત્યારે રાતોરાત શહેરને ચમકાવી દે છે પરંતુ ટેક્ષ ભરતી જનતાની સુવિધાઓ માટે કંઈ કરવાની દાનત નથી.જ્યારે કે આ વિસ્તાર પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા દંડક શૈલેષ પાટીલનો હોવા છતાં બેદરકારી, અહીં ભૂવાને કારણે ઓએનજીસી તથા નજીકમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓને અંદાજે બે કિલોમીટર જેટલું ફરીને જવાનો વારો આવ્યો છે હાલમાં દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઇ ગઇ છે અહીં રાહદારીઓ,વાહનદારીઓ તથા મૂંગા પશુઓ માટે આ જોખમી ભૂવો જીવલેણ બની શકે તેવી સ્થિતિમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા..