ચાર ભાગમાં કામગીરી કરી ચોમાસા પેહલા કામ પૂર્ણ કરવામાં આવશે

વડોદરા શહેરમા આવેલ પુરબાદ નવલાવાલાજીના અધ્યક્ષ સ્થાને બનેલ સમિતિ દ્વારા લાંબા અને ટુંકા ગાળાના પુર નિવારણાત્મક સુચનો કરવામા આવેલા જે સંદર્ભે આજરોજ ઐતિહાસિક વિશ્વામિત્રીનદીને ઊંડી અને પહોળી કરવાના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
વડોદરા શહેરમાંથી 24.7 કિમિ લંબાઈમાં પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજથી સતત 100 દિવસ સુધી યુદ્ધના ધોરણે 4 ભાગમાં ઐતિહાસિક કામગીરી મહત્તમ રૂ.62.22 કરોડના ખર્ચે મહત્તમ 19,16,751 ઘન મીટર ખોદાણ કરી નદીમાંથી માટી, કાદવ કીચડ તેમજ કાંપ કાઢવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી. સાથે સાથે મહત્તમ 236.49 હેક્ટર નદી વિસ્તારમાં જંગલ કટિંગ નું કામ હાથ ધારામાં આવ્યું છે.
ભાગ-1 મા મારેથા થી કોટનાથ મહાદેવ મંદિર સુધીના પોઇન્ટ 26.130 થી 32.257 સુધી 6.1 કિમિ વિસ્તાર માથી રૂ.14,84,60,149 કરોડના ખર્ચે 3,65,408 ઘન મીટર સૂકી તથા ભીની માટી ખોદાણ કરવામાં આવશે અને 54811 ઘન મીટર સ્લજ તથા 41829 ઘન મીટર ડિસિલટિંગની કરવા આવશે 31315 ઘન મીટરમાં એમ્બેઈકમેન્ટ અને 63.89 હેક્ટરમાં જંગલ કટિંગ કરવામાં આવશે.

ભાગ-2 કોટનાથ મહાદેવ મંદિર થી વિદ્યાકુંજ સુધીના પોઇન્ટ 32.257 થી 38194 સુધી 5.93 કિમિ વિસ્તાર માથી રૂ.16,29,65,505 કરોડના ખર્ચે 4,04,006 ઘન મીટર સૂકી તથા ભીની માટી ખોદાણ કરવામાં આવશે અને 60601 ઘન મીટર સ્લજ તથા 46137 ઘન મીટર ડિસિલટિંગની કરવા આવશે 34623 ઘન મીટરમાં એમ્બેઈકમેન્ટ અને 59.64 હેક્ટરમાં જંગલ કટિંગ કરવામાં આવશે.
ભાગ-૩ વિશે જણાવ્યુ હતું કે વિદ્યાકુંજ થી કાશીબા હોસ્પિટલ સુધીના ચેનેજ પોઇન્ટ 38.194 થી 44.710 સુધી 6.5 કિમિ વિસ્તાર માથી રૂ.15,70,86,288. કરોડના ખર્ચે 3,87,061 ઘન મીટર સૂકી તથા ભીની માટી ખોદાણ કરવામાં આવશે અને 58,059 ઘન મીટર સ્લજ તથા 44,202 ઘન મીટર ડિસિલટિંગની કરવા આવશે 33,171 ઘન મીટરમાં એમ્બેઈકમેન્ટ અને 66.16 હેક્ટરમાં જંગલ કટિંગ કરવામાં આવશે.
ભાગ-4 વિશે જણાવ્યુ હતું કે કાશીબા હોસ્પિટલ થી દેણા સુધીના ચેનેજ પોઇન્ટ 44.710 થી 50.907 સુધી 6.1 કિમિ વિસ્તાર માથી રૂ.15,37,27,695. કરોડના ખર્ચે 3,83,642 ઘન મીટર સૂકી તથા ભીની માટી ખોદાણ કરવામાં આવશે અને 57,546 ઘન મીટર સ્લજ તથા 43,811 ઘન મીટર ડિસિલટિંગની કરવા આવશે 32,878 ઘન મીટરમાં એમ્બેઈકમેન્ટ અને 46.80 હેક્ટરમાં જંગલ કટિંગ કરવામાં આવશે.

યુદ્ધના ધોરણે કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવામા આવશે…
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે આ ઐતિહાસિક કામગીરી યુદ્ધના ધોરણે 100 દિવસમાં પૂર્ણ કરવામા આવશે. સદરહુ કામગીરી થકી વિશ્વામિત્રી નદીની વાહન ક્ષમતા 800 ક્યુમેક થી વધી 1100 ક્યુમેક થશે. આમ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્ણિવારણ અર્થે પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવે રહયા છે સાથે સાથે વડોદરા શહેરમાં પુર નિવારણ તેમજ નિયંત્રણ માટે સમિતિએ સૂચવ્યા મુજબ અન્ય કામગીરી પણ કરવા આવી રહી છે જેમ કે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા અને પહોળા કરવાની કામગીરી, દેણા ખાતે બફર લેક બનાવવાની કામગીરી, ભૂખી કાંસને રિ-રૂટ કરી નવીન ચેનલ બનાવવાની કામગીરી તથા શહેરમાં આવેલ અન્ય કાંસો ને પણ ઊંડા, પહોળા કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જે પૈકી દક્ષિણ ઝોન ના કાસોની સફાઈ અને ડિસિલટિંગની કામગીરીનો ઇજારો મંજુર થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે અને અન્ય ઝોનના ઇજારા પણ ફાઇનલ સ્ટેજે હોઈ ટૂંક સમયમાં મંજૂરી મળ્યે થી કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવશે.
