Vadodara

એ.ટી.એમ.મશીનમા નાગરિકોની નજર ચૂકવી કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડી લેતાં બે આરોપી ઝડપાયા

શહેરના પૂર્વ વિસ્તારમાંથી ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ 7,000તથા, અલગ અલગ એટીએમ કાર્ડ તથા મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 10,000 અને ફોર વ્હીલર કાર જેની અંદાજે કિંમત રૂ 4,00,000મળીને કુલ રૂ.4,17,000નો મુદામાલ ઝડપાયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

શહેરના અલગ અલગ એટીએમ મશીનો પર નજર રાખીને જે નાગરિકોને એટીએમ નો ઉપયોગ કરતા ન આવડતું હોય તેઓને મદદ કરવાના બહાને એટીએમ ની અદલાબદલી કરી રૂપિયા ઉપાડી લેતાં બે ઇસમોને બાતમીના આધારે કપૂરાઇ પોલીસે ઝડપી તેઓ પાસેથી અલગ અલગ છ જેટલા એટીએમ કાર્ડ,રોકડ રકમ રૂ.7,000, બે મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.10,000 તથા ફોર વ્હીલર કાર જેની આશરે કિંમત રૂ. 4,00,000 મળીને રૂ. 4,17,000નો મુદામાલ ઝડપી તેઓની તપાસ કાર્યવાહી હાથ ધરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ,કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન.સાંસલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, એસ.એસ.વી સ્કૂલ સામે આવેલા કુત્રીમ તળાવ પાસે એક બ્રાઉન કલરની ફોર વ્હીલર જેનો રજી નં.જીજે-19-બીઇ-3371 ઉભી છે અને તેની પાસે બે લોકો છે જેઓ પાસે ઘણા બધા એ.ટી.એમ કાર્ડ છે અને શંકાસ્પદ લાગે છે.” જેના આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ બે ઇસમો જેમાં મુળ રહે.સીમરી પોસ્ટ.બડહા, થાના.કુંઢીયારા જી.પ્રયાગરાજ રાજ્ય.ઉત્તરપ્રદેશ અને હાલમાં
રહે.૩૧ બીલીયાનગર નવાગામ, ઉધના સુરત ખાતે રહેતો પ્રવિણકુમાર બરનદિન સિંગ ઉ.વ.36 અને
મ.નં.125, બીલીયાનગર, નવાગામ, ઉંધના સુરત મુળ રહે.દેવસર ફળિયુ બિલીમોરા ગામ, તા.ગણદેવી જી.નવસારીનો શીરીષકુમાર ગીજુભાઇ પટેલ ઉ.વ.35 ધંધો.છુટક વેપાર ને પકડી પાડી તેમની અંગજડતી કરતા તેઓના ખિસ્સામાંથી રોકડા રૂ.7000 તથા અલગ અલગ લોકોના નામના કુલ-06 એ.ટી.એમ. કાર્ડ, બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા જે અંગેની પૂછપરછ કરતાં તે બંને ગલ્લા તલ્લા કરતા હતા જેથી સખ્તાઇથી વધુ પૂછપરછ કરતાં બંનેએ અલગ અલગ એ.ટી.એમ. મશીનો પાસે જઈ વોચ રાખી એ.ટી.એમમાથી રૂપીયા ઉપાડતા આવડતુ ન હોય એવા લોકોને એ.ટી.એમ માથી રૂપીયા ઉપાડવા મદદ કરવાના બહાને તેની પાસેથી એ.ટી.એમ કાર્ડ લઈ એ.ટી.એમ મશીનમાં નાંખી તે વ્યક્તિને પરત આપતી વખતે નજર ચુકવીને એ.ટી.એમ. કાર્ડની અદલાબદલી કરી તે એ.ટી.એમ. કાર્ડનો દુરઉપયોગ કરી પૈસા ઉપાડી લેવાના ગુના કરેલ હોવાનું કબૂલ્યું હતું તેમજ જાન્યુઆરી-2025માં પ્રથમ અઠવાડીયામાં શહેરના મકરપુરા વિસ્તારમાં હોસ્પિટલ સામે મહાવીર મારબલ પાસે આવેલ એસ.બી.આઇ બેંકના એ.ટી.એમ મશીનમાથી સાંજના ચારેક વાગ્યે એક વ્યક્તિ આવ્યો હતો જેને એ.ટી.એમ માથી રૂપીયા ઉપાડતા આવડતુ ન હોવાથી એ.ટી.એમ માથી રૂપીયા ઉપાડવા મદદ કરાવાના બહાને તેની પાસેથી એ.ટી.એમ કાર્ડ લઈ એ.ટી.એમ મશીનમાં નાંખી તેની પાસેથી પાસવર્ડ જાણી લઈ તેઓને રૂપીયા ઉપાડ્યા વગર તેઓનુ એ.ટી.એમ કાર્ડ લઈ લીધું હતું અને બીજુ એ.ટી.એમ કાર્ડ તેને આપી દીધું હતું ત્યારબાદ તે વ્યક્તિના એ.ટી.એમ કાર્ડમાંથી બીજા એ.ટી.એમ મશીન માથી રૂ.27,500ઉપાડી લીધા હોવાનું કબુલ્યું હતું જેના આધારે મકરપુરા પો.સ્ટે. ખાતે નોધાયેલ ગુનો ઉકેલાયો હતો બંનેની તપાસ કરતા રોકડા રૂ.7,000, અલગ અલગ વ્યક્તિના 06એ.ટી.એમ કાર્ડ, 02 મોબાઇ ફોન જેની આશરે કિ.રૂ. 10,000 તથા એક ફોર વ્હિલર જેનો રજી. નંજીજે-19-બીઇ-3371 જેની આશરે કિ.રૂ. 4,00,000 મળીને કુલ રૂ 4,17,000નો મુદામાલ કબજે કરી તેઓની વધુ પૂછપરછ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

બંનેનો ગુનાઇત ઇતિહાસ

-ઓગસ્ટ-2023માં ગોડાદરા ખાતે આવેલ લીંબાયતમાં મદિના મસ્જીદ પાસે આવેલ બસ સ્ટેન્ડની સામે આવેલ એચ.ડી.એફ.સી બેંકનુ એ.ટી.એમ મશીન હતુ ત્યાં એક વ્યક્તિનાએ.ટી.એમ માંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તે ઈસમની નજર ચુકવી એ.ટી.એમ કાર્ડની અદલા બદલી કરી રૂ.11,000ઉપાડી લીધા હતા.

-ઓક્ટોબર -2023માં ગોડાદરા રોડ ખાતે આવેલ આસપાસ મંદિરની સામે આવેલ એક્સિસ બેંકનુ એ.ટી.એમ મશીન હતુ. ત્યાંથી રૂ.10,000ઉપાડી લીધા હતા.

-સપ્ટેમ્બર-2023માં કડોદરા પાસે આવેલ ઝોલવામાં આવેલ એક્સિસ બેંકનુ એ.ટી.એમ મશીન હતુ. ત્યાં એ.ટી.એમ માંથી રૂ.8,000 ઉપાડ્યા હતા

-ઓક્ટોબર-2023માં કડોદરા પાસે આવેલ તાતીથયા કાલાપાણી ખાતે આવેલ આઇ.સી.આઇ.સી.આઇ બેંકનાં એ.ટી.એમ માંથી રૂ.8,000/- ઉપાડી લીધા હતા

-સપ્ટેમ્બર-2023માં બન્ને કડોદરા ચાર રસ્તા પાસેથી એક્સિસ બેંકનાં એ.ટી.એમ માંથી રૂ.13,500ઉપાડ્યા હતા

-ફેબ્રુઆરી-2024માં કડોદરા બારડોલી સુગર ફેક્ટરી પાસે એચ.ડી.એફ.સી બેંકનાં એ.ટી.એમ માંથી રૂ.8,000ઉપાડી લીધા હતા

ફેબ્રુઆરી-2024મા કડોદરા પાસે આવેલ ઝોલવામાં આવેલ એક્સિસ બેંકનાં એ.ટી.એમ માંથી રૂ. રૂ.10,000ઉપાડી લીધા હતા

-માર્ચ-2024 માં કડોદરા બસ સ્ટેન્ડ પાસે આવેલ એક્સિસ બેંકનાં એ.ટી.એમ માંથી રૂ.14,000ઉપાડી લીધા હતા

  • ડિસેમ્બર-2024માં બીલીમોરા પાસે આવેલ ચીખલી બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.બી.આઇ બેંકનાં એ.ટી.એમ માંથી રૂ.10,000 ઉપાડી લીધા હતા

જાન્યુઆરી 2025ના પહેલા અઠવાડીયામાં વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં હોસ્પિટલ સામે મહાવીર મારબલ પાસે આવેલ એસ.બી.આઇ બેંકનુ એ.ટી.એમ મશીનમાંથી રૂ.27,500ઉપાડી લીધા નું જાણવા મળ્યું છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :-

(૧) પ્રવિણકુમાર બરનદિન સિંગના વિરુદ્ધ વર્ષ-
2020-21માં સુરત શહેરના કડોદરા પો.સ્ટે. તથા સચીન જી.આઈ.ડી.સી. પો.સ્ટે ખાતે છેતરપિંડીના કુલ -05ગુના નોંધાયેલા છે. તેમજ વર્ષ 2020માં પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

(૨) શીરીષકુમાર ગીજુભાઇ પટેલ નાઓ વિરુધ્ધ વર્ષ- 2020 માં સુરત શહેરના સચીન જી.આઈ.ડી.સી. પો.સ્ટે ખાતે છેતરપિંડીના ફુલ – 02ગુના નોંધાયેલા છે. તેમજ વર્ષ 2020માં પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

Most Popular

To Top