Vadodara

એ.આઇ.બી.ઇ.ની પરીક્ષા માટે વડોદરા સેન્ટર ફાળવવા સાંસદની બાર કાઉન્સિલ સમક્ષ રજૂઆત

એલ.એલ.બી પાસ કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની પરીક્ષા એ.આઇ.બી.ઇની પરીક્ષા આપવા વડોદરા શહેર જિલ્લાના વિધ્યાર્થીઓને અમદાવાદ જવું પડતું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા.26

એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કર્યા પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની પરીક્ષા એ.આઇ.બી.ઇ. ની પરીક્ષા આપવા માટે વડોદરા શહેર જિલ્લાના વિધ્યાર્થીઓને અમદાવાદ જવું પડતું હતું જેના કારણે સમય, શક્તિ, નાણાં નો વ્યય થતો હોવાથી આ અંગે પૂર્વ કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ ઠક્કર દ્વારા વડોદરાના સાંસદ ને રજૂઆત કરાતાં સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા એ.આઇ.બી.ઇ ની પરીક્ષા માટે વડોદરા સેન્ટર ફાળવવાની માગ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને રજૂઆત કરી છે જેને વડોદરાના વકીલોએ વધાવી છે.

વડોદરા શહેરમાં દર વર્ષે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ એલ.એલ.બી. ની પરીક્ષા પાસ કરે છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એ.આઇ.બી.ઇ ની પરીક્ષા આપવા માટે અમદાવાદ જવું પડે છે. વડોદરા શહેર અને જિલ્લાના વિધ્યાર્થીઓને અમદાવાદ ખાતે આ પરીક્ષા આપવા જવાનું થતું હોય તેઓના સમય, નાણાં અને શક્તિનો વ્યય થતો હોવાથી આ બાબતે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ ઠક્કર દ્વારા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી ને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા એલ.એલ.બી.પાસ કરી એ.આઇ.બી.ઇ.ની પરીક્ષા આપવા વિધ્યાર્થીઓ ને અમદાવાદ જવા જે તકલીફો પડતી હતી તે માટે એ.આઇ.બી.ઇ.ની પરીક્ષા માટે લો સ્ટુડન્ટ્સ માટે વડોદરા સેન્ટર ફાળવવાની માંગ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને રજૂઆત કરતા પૂર્વ કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ ઠક્કર તથા વકીલોએ સાંસદનો આભાર માન્યો છે.

Most Popular

To Top