પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો, અન્ય દર્દીઓના જીવનમાં પ્રકાશ અપાશે*
સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને મેડિસિન B યુનિટ હેઠળ એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા.07
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા
સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને 3/06/2025 ના રોજ મેડિસિન B યુનિટ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ બ્રેઇન ડેડ થતાં પરિજનો દ્વારા તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો અને બ્રેઇનડેડના લીવર અને કોર્નિયાનુ અંગદાન કરવામાં આવ્યું હતું . જેનાથી બે જરુરિયાતમંદ દર્દીઓ ને નવજીવન મળશે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં ગત તા.03-06-2025 ના રોજ સુરેશભાઇ જીવરાજભાઇ ચૌહાણ નામના દર્દીને મેડિસન ‘બી’ યુનિટમા બ્રેઇન હેમરેજ થતાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું જીસી નીચે પડી જતાં બ્રેઇન ડેડ થયા હતા. જેથી દર્દીના સંબંધીઓને અંગદાન માટે સમજ આપતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા. બ્રેઇન ડેડ દર્દીના પત્ની જ્યોતિબેન,પુત્રો અમીતભાઇ અને લલીતભાઇએ અંગદાન માટે સહમતી આપી હતી. ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી તા.05-06-2025 ના રોજ તમામ ઔપચારિકતા પૂરી કરી અંગદાન ટીમ સાથે સંકલન કરી તમામ કામગીરી પૂરી પાડવામાં આવી હતી અને દર્દીના લીવર અને કોર્નિયા મેળવવામાં આવ્યા હતા. આ સમયે ડો.અજય,ડો.દીપ,ડો.દીવાકર મેડિસિન બી યુનિટ, એનેસ્થેસિયા ડોક્ટર્સ ટીમ, આઇસીયુ સ્ટાફ ઉદયભાઇ, હેતલબેન,રોશનીબેન તથા ટીમના ઇન્ચાર્જ ડો.શ્રેયા, સહિતના ટીમ દ્વારા સફળતા પૂર્વક ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.