15બેડ સાથેની આધુનિક સુવિધાઓ સાથે દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બનશે: ડીન
તજજ્ઞો તથા અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સાથેની સારવાર દર્દીઓને આપવામાં આવશે

(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં શુક્રવારે નવા કરુણા વોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કરુણા વોર્ડમાં 15 બેડની સુવિધા સાથે અનુભવી તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તા સભર સારવાર આપવામાં આવશે. આ વોર્ડ ડીન ડો. આશિષ ગોખલેના નેતૃત્વ હેઠળ સંચાલન કરાશે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં વડોદરા શહેર અને જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી તદ્પરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યોમાંથી પણ અહીં દરરોજના હજારો લોકો સારવાર માટે આવતા હોય છે. અહીં દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે હવે વધુ એક સુવિધા અહીં શરૂ કરવામાં આવી છે. શુક્રવારે એસ.એસ.જી. હોસ્પિટલમાં નવા કરુણા વોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો છે 15બેડની ક્ષમતા સાથે અહીં દર્દીઓને અનુભવી તબીબો તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સભર સારવાર આપવામાં આવશે. આ કરુણા વોર્ડ નર્સિંગ સ્ટાફ ડીન ડો.આશિષ ગોખલેના નેતૃત્વ હેઠળ સંચાલન કરશે. આ કરુણા વોર્ડ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બનશે . નવા કરુણા વોર્ડથી એસ.એસ.જી. હોસ્પિટલની ક્ષમતામાં વધારો થયો છે સાથે જ વડોદરા તથા આસપાસના દર્દીઓ માટે મોટી ઉપલબ્ધિ સમાન છે.આ કરૂણા વોર્ડના શુભારંભ પ્રસંગે એસ.એસ.જી.હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.હિતેન્દ્ર ચૌહાણ,ડીન ડો.આશિષ ગોખલે તથા રેસિડેન્ટ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
અમે દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ માટે પ્રતિબદ્ધ છીએ
આપણે સૌએ ભેગા મળીને વડોદરાના આરોગ્ય ક્ષેત્રે નવા અધ્યાયને વધાવીએ અહીં તજજ્ઞ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર્સ અને અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તા ની સારવાર ઉપલબ્ધ કરાવાશે અમે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા પ્રતિબદ્ધ છીએ.નવો કરુણા વોર્ડ અમારી પ્રતિબદ્ધતા નું પ્રતિક છે.
-ડો.આશીષ ગોખલે -ડીન, એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા