( પ્રતિનિધિ ) વડોદરા તા.07
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા છ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અને દેશમાં કોવીડ 19 ના નવા વેરિયન્ટ JN.1એ કોરોના વાયરસની ત્રીજી લહેરમાં જોવા મળેલા ઓમિક્રોન વેરિયન્ટનો જ એક પ્રકાર છે. ત્યારે દેશમાં ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે એક્ટિવ કેસોની સંખ્યા જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસ.એસ.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ગત તા.06-06-2025 ના રોજ સાંજે એક છ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને દાખલ કરવામાં આવ્યું છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
એક તરફ ગરમી અને બીજી તરફ કમોસમી વરસાદ સાથે બેવડી ત્રૃતુ ને કારણે કોરોના ઝડપભેર પ્રસરી રહ્યો છે. સમગ્ર દેશમાં 5364bએક્ટિવ કેસો જોવા મળી રહ્યાં છે. જેમાં ગુજરાતમાં બીજા ક્રમે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી છે. કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિત કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા ભીડભાડ વાળી જગ્યાએ ન જવા, માસ્ક પહેરવા સૂચના આપી છે.