હવે દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે અહીંથી જ આયુષ્યમાન ભારત કાર્ડની સુવિધા મળશે

( પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા આજથી દર્દીઓને ગંભીર પ્રકારની બિમારીઓમાં મદદરૂપ થાય તેવા આયુષ્યમાન ભારત હેલ્થ ડેસ્કનો શુભારંભ એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આરોગ્ય માટે વર્ષ 2018 માં આયુષ્યમાન ભારત યોજના ની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આયોજના લાગું કરવામાં આવી હતી જેમાં આર્થિક રીતે નબળા લોકોને ગંભીર બિમારીમાં આ કાર્ડ થકી સરકારની નિયત કરેલી હોસ્પિટલમાં જરૂરી આરોગ્ય સેવાઓ, ઓપરેશન ની સુવિધા ઉપલબ્ધ થતી હોય છે સમય જતાં આમાં 70 વર્ષ અને તેથી ઉપરના સિનિયર સિટીઝન્સ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઓપીડી -21 ની બાજુમાં સામે આયુષ્યમાન ભારત હેલ્થ ડેસ્ક નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયુષ્યમાન ભારત હેલ્થ ડેસ્ક થકી દર્દીઓને ગંભીર પ્રકારની બિમારી સામે જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થ ઇ શકે અને તેઓને હોસ્પિટલ ખાતે જ આયુષ્યમાન ભારત કાર્ડ મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી બહારથી આવતા દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ માટે અન્યત્ર જગ્યાએ ભટકવું નહીં પડે આ સુવિધા અહીં હોસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારે સોમવારે એસ.એસ.જી.હોસ્પિટલના ઓપીડી -21સામે આ આયુષ્યમાન ભારત હેલ્થ ડેસ્ક નો પ્રારંભ એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.દેવેશ્વર ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નોડલ મેડિકલ ઓફિસર ડો.જીતેન્દ્ર બામરોટિયા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


