એસ.એસ.જી.ના ફાયર વિભાગ સાથે જરૂર પડતા મોકડ્રિલ કરવામાં આવશે -ચિફ ફાયર ઓફિસર

( પ્રતિનિધિ) વડોદરા તા. 28
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા રેસિડેન્શિયલ બ્લોકમા ફાયર સેફ્ટી ન હોવાથી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.


મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં એસ.એસ.જી.હોસ્પિટલના રેસિડેન્શિયલ બ્લોકમા ફાયર સેફ્ટી ન હોવાથી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ જ્યાં રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી જરુરિયાતમંદ દર્દીઓ પોતાની સારવાર માટે દરરોજના હજારોની સંખ્યામાં આવતા હોય છે આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી કેટલાક ગંભીર મુદ્દાઓને લઈને ચર્ચામાં રહી છે ત્યારે હોસ્પિટલ પ્રશાસનની વધુ એક ગંભીરતા જોવા મળી છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં કુલ 19 બ્લોક આવેલા છે જેમાંથી 16 બ્લોગની ફાયર એન.ઓ.સી. વર્ષ 2026 સુધી વેલીડ છે જ્યારે બે બ્લોક અંડર કંસ્ટ્રકશન છે જ્યારે બાકીના એક રેસિડેન્શિયલ બ્લોકમા ફાયર સેફ્ટી એન ઓ સી જ નથી જે અંગેની વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ચકાસણી કરતા જણાયું હતું જેને લઇને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

એસ.એસ.જી.હોસ્પિટલના ફાયર વિભાગ સાથે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજાશે
એસ.એસ.જી. હોસ્પિટલમાં કુલ 19 બ્લોકમાથી 16 બ્લોક પાસે વર્ષ 2026 સુધીની ફાયર એન.ઓ.સી.છે જ્યારે બે બ્લોક અંડર કંસ્ટ્રકશન છે જ્યારે એક રેસિડેન્શિયલ બ્લોકમા ફાયર સેફ્ટી અંગે એન ઓ સી ન હોવાથી નોટિસ આપવામાં આવી છે સાથે જ મોકડ્રિલ માટે સૂચના આપવામાં આવી છે એસ.એસ.જી.ના ફાયર ઓફિસરને સૂચિત કર્યા છે અને જરૂર જણાશે તો એસ.એસ.જી.ના ફાયર વિભાગ સાથે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા મોકડ્રિલ તથા ચકાસણી કરવામાં આવશે.
-મનોજકુમાર પાટીલ,ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ
