Vadodara

એસ.એસ.જી.હોસ્પિટલના ઓપીડી-18માં દર્દીઓનું કિઠીયારું

શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાની શરૂઆત

ઝાડા-ઉલટી, શરદી-ખાંસી, તાવ તથા ચામડીના રોગોમાં વધારો

શહેરમાં ગત સોમવાર થી બુધવાર સુધી ત્રણ દિવસ સુધી શહેરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિત સર્જાઇ હતી. લોકોને તંત્રના પાપે આકાશી અને જમીન એમ બંને પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો સાથે જ લોકોના મકાનો, ઓફિસો, દુકાનોમાં પાણી ભરાઇ ગયાં હતાં જેના કારણે શહેરમાં ઠેરઠેર પુરના પાણીમાં કચરો, ગંદકી પણ અનેક વિસ્તારોમાં તણાઇ આવી હતી. વરસાદી પૂરના પાણી જ્યારે ચોથા દિવસથી ઓસરવાના શરૂ થયા છે ત્યારે ઠેરઠેર ગંદકી, અસહ્ય દુર્ગંધ નું વાતાવરણ ઉભું થયું છે જો કે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ અભિયાન શરૂ કર્યું હતું જે હજી પણ ચાલી રહ્યું છે સાથે સાથે દવા છંટકાવની કામગીરી, ઘરે ઘરે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરી દવાઓ આપવામાં આવી રહી છે અને જરૂર જણાય તો વધુ તપાસ માટે સીએચસી હેલ્થ સેન્ટરો પરથી લોહી, પેશાબ સહિતના નમૂના લ ઇ નિદાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ શહેરમાં એક તરફ પીવાનું દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે જેને પીવાના ઉપયોગમાં તો ઠીક પરંતુ કપડાં ધોવા, વાસણ ધોવા કે પછી ન્હાવા અને પોતું કરવામાં પણ વાપરી શકાય તેમ નથી જ્યારે બીજી તરફ પૂરના પાણી ઓસરતા જ ગંદકી, મૃતક જીવજંતુઓ થી દુર્ગંધ અને સતત ભેજવાળા વાતિવરણને કારણે પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાની શરૂઆત થઇ છે જેના કારણે મધ્ય ગુજરાતની એક માત્ર મોટી હોસ્પિટલ એટલે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડી-18 માં સોમવારે દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી, હાલમાં શરદી-ખાંસી (ઉધરસ), તાવ, ઝાડા-ઉલટી, મેલેરિયા, કોલેરા સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસ.એસ.જી.હોસ્પિટલમાં વડોદરા શહેર તથા જિલ્લામાંથી દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે સવારથી જ ઓપીડી-18માં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વેની કામગીરી, દવા વિતરણ શરૂ કરાયું છે.

Most Popular

To Top