Vadodara

એસ.એસ.જી હોસ્પિટલના એમ.એલ,ઓ ની દાદાગીરી….

એસ.એસ.જી.હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના એમ. એલ.ઓ.ની દાદાગીરી સામે આવી:કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં વિધવા મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી

છેલ્લા પંદર દિવસથી એમ.એલ.ઓ.દ્વારા મહિલા કોન્ટ્રાક્ટ કર્મીની હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે આર.એમ.ઓ.ને રજૂઆત..

મહિલા કર્મીના વિભાગમાં જઇ અન્ય વિભાગમાં કામ કરવા ફરજ પાડવામાં આવતી હતી..

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં રેસિડેન્ટ તથા ઇન્ટર્ન ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઇ કર્મીઓ સહિત અન્ય કોન્ટ્રાક્ટ હેઠળ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. અહીં તાત્કાલિક સારવાર વિભાગ ખાતે એક વિધવા બહેન નામે જયશ્રીબેન પરમાર પણ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગતરોજ જયશ્રીબેન પરમાર પોતાના વોર્ડમાં ફરજ બજાવી રહ્યાં હતાં તે દરમિયાન એમ.એલ.ઓ. વિજય પરમારે આવીને મહિલા કર્મી જયશ્રીબેન પરમારને અન્ય વોર્ડમાં જ ઇ રેપીંગ કામગીરી કરવા જણાવ્યું હતું જેથી કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતાં મહિલા કર્મીએ પોતાના વોર્ડના મહિલા અધિકારીને આ બાબતે જણાવ્યું હતું તે દરમિયાન મહિલા અધિકારીએ જયશ્રીબેન પરમારને જણાવ્યું હતું કે અહીં થોડા પેશન્ટ અને પબ્લિક ઓછી થાય પછી તમે જજો. તમારી ડ્યૂટી અહીં છે તે છોડીને અન્ય વિભાગમાં ન જતાં છતાં લાચાર આ વિધવા મહિલા કર્મચારી પોતાનું કામ પતાવી બીજા વિભાગમાં પણ કામગીરી કરી પરત પોતાના વિભાગમાં ફરજ બજાવવા આવી ગયા હતા તે દરમિયાન ફરી એકવાર એમ.એલ.ઓ.વિજય પરમારે ત્યાં આવી પહોંચી ‘તમે કાલથી અહીં કેવી રીતે નોકરી પર આવો છો તે જોજો’ અને ‘તમારી હાલત નંદા જેવી કરી નાંખીશ’ તેમ ગર્ભિત ધમકી આપતા મહિલાએ જણાવ્યું હતું કે’ મને કાઢી મૂકવી હોય તો કાઢી મૂકો પરંતુ આ ખોટી રીતે હેરાનગતિ શા માટે કરો છો’ ત્યારે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા મહિલા કર્મી જયશ્રીબેન પરમારે હોસ્પિટલ સતાધીશો આર.એમ.ઓ.ને તથા પોતાના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી. મિડિયા સાથેની વાતચીતમાં જયશ્રીબેન પરમારે જણાવ્યું હતું કે, તે પોતે વિધવા છે અને બાળકોના ભરણપોષણની જવાબદારી અને મજબૂરીના કારણે અહીં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવે છે. અગાઉ કોઇ એમ.એલ.ઓ.દ્વારા આ પ્રકારનું વર્તન નથી કર્યું પરંતુ આ એમ.એલ.ઓ. વિજય પરમાર છેલ્લા પંદર દિવસથી હેરાનગતિ કરી રહ્યાં છે. મોબાઇલ ફોનમાં પણ ગેરવર્તણૂંક કરતા હોય છે તેમ જણાવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે આર.એમ.ઓ.એ તપાસ બાદ કોઇ કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે.

Most Popular

To Top