શુક્રવારે ચાર ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયા
ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા એક અને બોય્ઝ હોસ્ટેલમાં રહેતા બે રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા.25
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા શુક્રવારે એક ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા અને એક બોય્ઝ હોસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અન્ય બે કોસો ડેન્ગ્યુ પોઝિટિવ મળીને શુક્રવારે કુલ ચાર નવા કેસો નોંધાયા હતા જેઓ સારવાર હેઠળ ખસેડાયા છે.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શરુઆતમાં જ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના મેડિકલ કોલેજના દસ જેટલા રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા એક ગર્લ્સ હોસ્ટેલમાં તથા એક બોય્ઝ હોસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. સાથે જ અન્ય બે કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં શુક્રવારે કુલ ચાર ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆતમાં દસ જેટલા રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં હોસ્પિટલ પ્રશાસન તથા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજ તથા બોય્ઝ હોસ્ટેલમાં ફોગીંગ,દવાનો છંટકાવ તથા સ્વચ્છતા સાથે આસપાસના વિસ્તારોમાં ભરાયેલાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે બની રહેલ નવા કંસ્ટ્રકશન સાઇટ પર સ્વચ્છતા ન હોવાને કારણે પાલિકા તંત્ર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવવાનો સિલસિલો ચાલુ રહેતાં આરોગ્ય વિભાગ તથા હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.