હાલમાં ત્રણ બાળ દર્દીઓ પી.આઇ.સી.યુ.મા સારવાર હેઠળ*
*વોર્ડમાં શિફ્ટ કરાયેલા એક બાળકને રજા અપાઇ*
( પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા ચાર બાળકોમાંથી પી.આઇ.સી.યુ.મા સારવાર લઈ રહેલા સંતરામપુર ના ચાર વર્ષીય બાળકનું ગુરુવારે મોત નિપજ્યું હતું.
મધ્ય ગુજરાત ની સૌથી મોટી વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા ચાર જેટલા બાળદર્દીઓ સારવાર હેઠળ પી આઇ સી યુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગત ગુરુવારે સંતરામપુરના ચાર વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ શહેરના મકરપુરા વિસ્તારમાંથી શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતી એક ચાર વર્ષીય બાળકીને ગત સોમવારે દાખલ કરવામાં આવી હતી તેની સાથે અન્ય ત્રણ બાળ દર્દીઓની હાલમાં પી.આઇ.સી.યુ.મા સારવાર ચાલી રહી છે. એક બાળદર્દી જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તેને રજા આપવામાં આવી છે. શુક્રવારે ત્રણ બાળ દર્દીઓ સિવાય અન્ય કોઇ નવા કેસો નોંધાયા નથી. બીજી તરફ આરોગ્ય મંત્રી દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ ને જરુરી પગલાં લેવાની અને તકેદારી અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગત 16 જૂનના રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. સેન્ડફ્લાય નામની માખીથી ઉદભવતા અને ફેલાતા આ શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના દર્દીઓ ને સારવાર માટે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ત્રણ બાળ દર્દીઓ પૈકી વડોદરા શહેરના મકરપુરા ની ચાર વર્ષીય બાળકી સિવાય અન્ય બે બાળ દર્દીઓ સારવાર હેઠળ છે જેઓના રિપોર્ટ આવવાના બાકી છે.