Vadodara

એસ.એસ.જી. નવા સર્જીકલ વોર્ડના ત્રીજા માળે દર્દીઓને પાણી માટે હાલાકી, ટોયલેટમા ડ્રેનેજ ઉભરાઇ



દર્દીઓ તથા તેમની સાથેના સગાઓ ને પાણી માટે ત્રીજા માળેથી નીચે કેન્ટિનના અથવાતો બહાર સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે


*દર્દીઓ અહીં સાજા થવાને બદલે અસહ્ય ગંદકીથી બીજી બિમારીઓનો શિકાર બની જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે*


(પ્રતિનિધિ) વડોદરા તા. 16


મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરમાં આવેલી એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં દરરોજના હજારોની સંખ્યામાં દર્દીઓ શહેર, જિલ્લા, રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે તથા સરકાર દરવર્ષે અહીં કરોડો રૂપિયા ફાળવે છે. હોસ્પિટલમાં સુવિધાઓ માટે સરકાર નાણાં તો ફાળવે છે પરંતુ હોસ્પિટલ પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે આ સુવિધાઓ દર્દીઓને ઉપલબ્ધ થતી નથી.
અવારનવાર એસ. એસ.જી.હોસ્પિટલમાં વિવાદ સામે આવે છે ક્યારેક એ.સી.બંધ, તો ચોમાસામાં લટકતા જોખમી વિજ વાયરો, અસહ્ય ગંદકી, વિગેરે અનેક અસુવિધાનો સામનો દર્દીઓને કરવો પડે છે. ત્યારે હવે વધુ એક અસુવિધા સામે જોવા મળી રહી છે. એસ.એસ.જી.હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડના ત્રીજા માળે પીવાનું પાણી છેલ્લા 15 દિવસથી આવતું નથી દર્દીઓ તથા તેઓ સાથે રહેતા સગાંઓને બહારથી તથા છેક ત્રીજા માળેથી પાણી માટે કેન્ટીનમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. અહીં છેલ્લા પંદર દિવસથી ટોયલેટ બાથરૂમમાં ડ્રેનેજના પાણી ભરાયેલા હોય અસહ્ય ગંદકી, દુર્ગંધ વાળા વાતાવરણમાં દર્દીઓ ટોયલેટ જવા મજબૂર બન્યા છે. છતાં અહીં હોસ્પિટલ સતાધીશોને જાણે કંઇ જ પડી નથી. અહીં દર્દીઓ સાજા થવા આવે છે પરંતુ હોસ્પિટલની હાલતથી વધુ બિમાર થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Most Popular

To Top