Vadodara

એસ.એસ.જીમા મેડિકલ સ્ટુડન્ટ્સની પરીક્ષામાં પટાવાળા દ્વારા પૈસાની માગણી કરી ચોરી કરાવવા મામલે આખરે તપાસ કમિટી નિમાઇ

સમગ્ર મામલે રજૂઆત કરનાર વિધાર્થી પર ફરિયાદ કરવા આડકતરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે

સમગ્ર મામલે ચાર શંકાસ્પદ સર્વન્ટ પર પર તપાસ સાથે સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિધ્યાર્થીઓ ની પૂછપરછ હાથ ધરવામાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા.02

શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં સર્વન્ટ દ્વારા પૈસા લઈને મેડિકલના વિધ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવવાના એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથેની રજૂઆત બાદ એસ.એસ.જી.હોસ્પિટલમા ખળભળાટ મચી ગયો છે બીજી તરફ મેડિકલ સ્ટુડન્ટ પર ફરિયાદ કરવા દબાણ આડકતરી રીતે કરવામાં આવી રહ્યું છે.

મધ્ય ગુજરાત ની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ગત તા.28 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પરીક્ષા લેવામાં આવી હતી તે દરમિયાન અંદાજે 250 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા આ પરીક્ષા આપવામાં આવી હતી જેમાં સર્વન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂ.200 લેખે રોકડ તથા ઓનલાઇન રકમ લઈને પરીક્ષામાં ગેરરીતી આચરવામાં મદદ કરી હોવાના મામલે MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધ્યાર્થી દ્વારા યુનિવર્સિટી તથા પ્રોફેસરોને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તે વિધ્યાર્થી દ્વારા વર્ગખંડ બહાર લ સીસીટીવી ફૂટેજ ની તપાસ તથા વિધ્યાર્થીઓના મોબાઇલ ફોન અને સર્વન્ટના મોબાઇલ ફોન ની તપાસ ની માંગણી કરી હતી પરંતુ યુનિવર્સિટી તથા પ્રોફેસરોએ આ મામલે ચૂપકીદી સેવી લીધી હતી અને કોઈ જવાબ ન આપતાં આખરે વિધ્યાર્થીએ ડીન ને રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલે મંગળવારે ડીન અને સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર દ્વારા એક તપાસ કમિટી નીમવામાં આવી હોવાનું તથા તપાસ કમિટી ને સીસીટીવી કેમેરા તેમજ જરુરી તપાસ કરી અહેવાલ રજૂ કરવા ની સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ચાર શંકાસ્પદ વર્ગ -4 ના સર્વન્ટ ની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં પૂરાવાઓ મળતાં જ તેઓને પાણીચું અપાય તેવી શક્યતા છે પરંતુ સમગ્ર મામલે અંદરખાને હિલચાલ શરૂ કરાઇ છે જેથી સમગ્ર મામલો બહાર જાય નહિ તેની તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી તરફ આ સમગ્ર મામલે રજૂઆત કરનાર મેડિકલ ના વિધ્યાર્થીને કેટલાક સિનિયર વિધ્યાર્થીઓ દ્વારા સમગ્ર મામલે આગળ ન વધવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે સાથે જ એક મહિલા પ્રોફેસર દ્વારા આ વિધ્યાર્થીને ફરિયાદ કરવા સોશિયલ મીડિયા થકી મેસેજ કરવામાં આવી રહ્યું છે.

હજી પણ રાત્રે અને ક્યારેક દિવસ દરમિયાન ડ્રગ્સ, શરાબ અને ગાંજો બેરોકટોક આવતો હોવાની માહિતી

મેડિકલના વિધ્યાર્થી દ્વારા અન્ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં બોય્ઝ હોસ્ટેલમાં બેરોકટોક રાત્રે અને ક્યારેક તો દિવસ દરમ્યાન ડ્રગ્સ,શરાબ, ગાંજો આવી રહ્યો છે જેનું સેવન મેડિકલ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. એક તરફ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અને રજસ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાકટરના અંડરમાં રાત્રે ઘણા સિક્યુરિટી ગાર્ડ નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. અહીં રાત્રે હોસ્પિટલ પરિસરમાં જ સિક્યુરિટી ની રહેમ નજર હેઠળ દ્વિચક્રી વાહન, ઓટો રીક્ષા તથા કેટલીકવાર ફોર વ્હીલર મારફતે મોડી રાત્રે શરાબ આવે છે જેનું કટિંગ થતું હોય છે કારણ કે આટલી મોટી હોસ્પિટલમાં પોલીસને પણ શંકા ન જાય તેનો ગેરલાભ કેટલાક ઇસમો દ્વારા કરાય છે અને સમગ્ર મામલે રજસ એન્ટરપ્રાઇઝની સિક્યુરિટી ના કર્મીઓ અજાણ હોય તે માનવું અશક્ય છે. જો સિક્યુરિટી તથા પોલીસ દ્વારા અહીં તટસ્થ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવતી હોત તો હોસ્ટેલમાં ડ્રગ્સ,શરાબ, ગાંજો પહોંચી જ કેવી રીતે?

કોન્ટ્રાકટર દ્વારા સમયસર અને યોગ્ય ધારાધોરણ મુજબ પગાર અપાય તો સર્વન્ટને શા માટે આ રીતે પૈસા લેવાની જરૂર પડે તેવી ચર્ચા

કોન્ટ્રાકટ હેઠળના વર્ગ 4 ના કર્મચારીઓ વચ્ચે મંગળવારે એવી પણ ચર્ચા ચાલી હતી કે, કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય પગાર આપવામાં આવે તો શા માટે વિધાર્થીઓ પાસેથી રૂ.200 લેખે લેવાની જરૂર પડે?આડકતરી રીતે રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાકટર દ્વારા વર્ગ 4 ના કર્મચારીઓ ને સમયસર પગાર ન કરી શોષણ કરાતું હોવાની તથા સારું કામ કરનાર કે ખોટી નીતિનો વિરોધ કરનાર કર્મીઓને કાઢી મૂકવામાં આવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Most Popular

To Top