ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઇ રહેતા તથા અસહ્ય ગંદકીને કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ

(પ્રતિનિધિ) વડોદરા તા.19
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા નવી કંસ્ટ્રકશન સાઇટ પર ગંદકી અને પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના ને કારણે અમદાવાદની નિલકંઠ ઇન્ફ્રા કંપનીના કોન્ટ્રાકટર ને આરોગ્ય વિભાગ તથા વોર્ડ કચેરી દ્વારા રૂ.5,000નો દંડ ફટકારાયો.

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમા નવી બિલ્ડિંગ ના કંસ્ટ્રકશન ની કામગીરી કરવામાં આવી રહી છે.આ નવી ઇમારતની કામગીરી અમદાવાદના નિલકંઠ ઇન્ફ્રા નામની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં કંસ્ટ્રકશન સાઇટ પર પાણી ભરાઇ રહેતું હોય તથા ગંદકીને કારણે મચ્છરોની ઉત્પત્તિ થવાની શક્યતા ને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપી હતી છતાં અહીં ધ્યાન આપવામાં ન આવતા આજરોજ વડોદરાના મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા વોર્ડ કચેરી દ્વારા નવી કંસ્ટ્રકશન સાઇટના કોન્ટ્રાકટર ને રૂ.5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે જ તેઓને ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તેમજ સ્વચ્છતા રાખવાની સૂચના આપવામાં આવી હતી