Dahod

એસજીએસટી ના દરોડા ને પગલે મંત્રી પુત્રોને જામીન મળવા અશક્ય હોવાની ભારેખમ ચર્ચાઓ


દાહોદ: દાહોદમાં એક તરફ મનરેગા કૌભાંડ સરેઆમ ચર્ચાઓની એરણે છે, ત્યારે બીજી તરફ એસજીએસટીના દાહોદમાં ધામાને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં મુખ્યત્વે મનરેગા કૌભાંડમાં દાહોદના ધાનપુર અને દેવગઢ બારિયામાં ચર્ચાસ્પદ રહેલા આ મહા કૌભાંડમાં દાહોદના રાજ્યકક્ષાના મંત્રી અને દેવગઢ બારીયાના ધારાસભ્ય એવા બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણની પણ ધરપકડના દોરના આરંભને પગલે સત્તાધારી પક્ષમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં આજરોજ એસજીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ કરીને મનરેગા કૌભાંડ સબબ દરોડા પાડવામાં આવતા આ દરોડામાં મંત્રી પુત્રોનો પણ સમાવેશ થયો હોવાનું જાહેર ચોકે ચર્ચાઇ રહ્યું છે, કારણ કે મંત્રી પુત્રોના ઇશારે સમગ્ર મનરેગા કોભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો છડે ચોક થઈ રહ્યા છે. તેમાંયે ખાસ કરીને તેઓની એજન્સીઓ અને તેઓના મળતીયાઓ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આજરોજના આ એસજીએસટી વિભાગના દરોડાને પગલે આગામી દિવસોમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો સામે વધુ કાયદાકીય સકંજો કસાશે તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે પોલીસ તપાસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની આરોપીઓ તરીકે સીધી સીધી સંડોવણી બહાર આવી છે.

Most Popular

To Top