વડોદરા, તા.30
તાંદલજા વિસ્તારમાં એસ ઓ જી ની ટિમ દ્વારા દરોડો પાડવામાં આવતા ત્યાંથી બે આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે પૈકી બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા હતા અને બાદમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી જે પૈકી એક આરોપી એવા સલીમ ઉર્ફે લંગડો ઈમ્તિયાઝ શેખના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.
ગત. તા.9 – 3 – 2023 ના રોજ એસઓજીની ટીમ દ્વારા અસ સફા એપાર્ટમેન્ટ , સન ફાર્મા રોડ કાંદલજા ખાતે રેડ પાડતા 292 ગ્રામના જથ્થા સાથે ડ્રગ્સ મળી આવ્યો હતો જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી હતી જે પૈકી સલીમ ઉર્ફે લંગડો ઈમ્તિયાઝ શેખ ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યાં તેને કોર્ટમાં હાજર કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કર્યા બાદ સાદી જામીન પર છૂટવા માટે તેણે વડોદરા કોર્ટમાં અરજી કરી હતી પરંતુ અગાઉ પણ તેણે એનડીપીએસ ને લગતા આઠ ગુનાઓ તેના વિરુદ્ધમાં નોંધાયેલા હોવા ના કારણે કોર્ટે તેની જામીન અરજી ના મંજૂર કરી હતી.
એસઓજી શાખા દ્વારા તાંદલજા વિસ્તારમાં ઝડપાયેલા ડ્રગ્સ ના જથ્થા સાથેના બે આરોપી પૈકી એકના જામીન નામંજૂર