વડોદરા: એક ૨૦ વર્ષની સેલવાસની મહિલા દર્દી, રોશની સોલંકી ડાબી બાજુ ગરદન પર એક મહિનાથી ઘાવ રૂઝાઈ રહ્યો નથી તેવી ફરિયાદ સાથે SSGH ખાતે ENT વિભાગ મા દાખલ કરવામાં આવી હતી. અહીં આ યુવતીની ગરદનમાંથી લાકડાનો ટુકડો કાઢવામાં આવ્યો હતો.
દર્દીને એક મહિના પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારથી લક્ષણો દેખાયા હતા. જેના માટે તે CHC કાલોલ ખાતે સારવાર લઈ રહી હતી. કોઈ પરિણામ ન મળતાં દર્દી સિવિલ હોસ્પિટલ સિલવાસામાં ગઈ જ્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું. ત્યાં ગરદનના સ્નાયુઓમાં કઈ ફસાયું છે તેમ જાણ કરવામાં આવી. દર્દીને આગળ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
SSG હોસ્પિટલના ENT વિભાગ માં ડૉ. આર. જી ઐયરના માર્ગદર્શન હેઠળ ડૉ. જયમન રાવલ અને ટીમ દ્વારા દર્દીની સફળ સર્જરી કરી ગરદન ના સ્નાયુ માંથી લાકડા નો ટુકડો કાઢવા માં આવ્યો જે લગભગ ૪ x ૨ સે.મી.નો હોવાનું જણાયું હતું.
ઓપરેશન પછી દર્દી ની હાલત સ્વસ્થ છે.